________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ રાજ્યમાં વાવડીઓ હેય, કિલ્લે મજબૂત હોય, વિહારક્ષેત્ર (ફરવાનાં સ્થાને) સુંદર હોય, શ્રેષરૂપયુક્ત વનિતા (સ્ત્રી) સુંદર બોલનારી હોય, વને પણ સુંદર હોય, ઉદ્યાન હોય, વૈદ્યો સારા હોય, બ્રાહ્મણે વાદવિવાદ કરતા હોય, હોંશિયાર પુરુષ, વેશ્યાઓ, વેપારીઓ, નદીઓ હોય, વળી જેમાં મુનિઓ વિદ્યાવાન હોય, પરાક્રમી, વિવેકરૂપી ધનવાળા અને વિનયયુક્ત શ્રેષ્ઠીઓહોય, શ્રેષ્ઠ વસ્ત્રો મળતાં હોય, હાથી, ઘોડા, ખચ્ચર વિ. પણ જે રાજ્યમાં હોય તે જ રાજ્ય શેભે છે. હવે એક વખત એવું બન્યું કે–અંતઃપુરમાં રહેલા તે મુનિ પતિ રાજાના મસ્તક ઉપરના વાળને રાણી જુએ છે (ઓળી રહી છે. તે વખતે તેમાં એક પળીયુ (સફેદ વાળ)ને જોઈને મશ્કરીમાં રાણીએ રાજાને કહ્યું કે હે સ્વામી, ચાર આવ્યો તે સાંભળીને આકુળ વ્યાકુળતાથી આમતેમ જે તે રાજા કહેવા લાગ્યો “હે પ્રિયા ! કયાં છે તે ચર? ત્યારે રાણીએ કહ્યું કે “ઘડપણે મોકલેલો આ ચાર આવ્યો” એમ કહીને તે સફેદવાળ રાજાને બતાવ્યો, ત્યારે રાજાએ વિચાર્યું— અરે ! હજુ પણ હું વિષયોની આસક્તિથી બંધાયેલ છું ! હું હજી સંસારમાં જ રહ્યો છું કારણકે આશા માટે કહ્યું છે કે1 “અંગ ગળી જાય, મસ્તક સફેદવાળવાળું થઈ મુખ બોખું (દાંત વિનાનું થઈ જાય), આમ વૃદ્ધ પુરુષને લાકડી લઈને ચાલવું પડતું હોય તો પણ આશારૂપી પિંડને છોડતું નથી, અર્થાત કે તેની આસક્તિ ઓછી થતી નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust