________________ ( 4 બુદ્વીપના દક્ષિણ ભારતના અંગ નામના દેશમાં મુનિ પતિ નામનું નગર છે. જે નગરમાં શ્રીમંતોનાં રહેઠાણે દેવતાઓના વિમાન જેવાં શેભી રહ્યાં છે. તે નગરમાં લોકો રોજ શ્રેષ્ઠ ઘી ની જ મુખ્યતાવાળાં ભજન કરતા હતા. અનેક જિનમંદિરોમાં મનોહર જિનેશ્વરની પ્રતિમાઓ ભી રહી. તે નગરમાં મુનિ પતિ નામે મહાપ્રતાપી પરાક્રમી અને ન્યાયનિષ્ઠ રાજા રાજ્ય કરતો હતો, તે રાજાને પૃથ્વી નામની રાણી હતી, તે રાણી વિવેક, વિનયશીલ વિગેરે ગુણથી સુશોભિત હતી. જાણે ગુણોરૂપી સુગંધથી ભરપૂર પુષ્પની માલા જ ન હોય...! . તે બંને દંપતીને સુનિચંદ્ર નામનો પુત્ર થશે રાજકુમાર-દેવગુરુ માતાપિતાનો ભક્ત અને રાજ્યભારની ધુરાને વહન કરી શકે તે હતો. કહ્યું છે કે તે તેનું જ જીવન–જીવવું સફલ છે કે–જેને પિતાના ચિત્તને અનુસરનારી ભાય મળી હોય, વિનયમાં તત્પર પુત્રો હોય અને રાજ્ય પણ એવું હોય જે રાજાને કોઈ શત્રુ ન હોય. +તે જ રાજ્ય ભાયમાન ગણાય છે કે–જે + આ લેકમાં બધા “વ” ને પ્રાસ મેળો છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust