________________ રિત. ] મેહનચરિત્ર સર્ગ બારમો. ( ર૭૭ ) ततो धृतमहाशक्तिविहृत्य मुनिनायकः। रणुञ्ज पावयामास ग्रामं तत्त्वविदग्रणीः // 23 // મટી શક્તિને ધારણ કરનાર અને મુનિના અગ્રેસર શ્રીહનલાલજી મહારાજે ત્યાંથી વિહાર કરીને રણુંજ નામે ગામને પાવન કર્યું. 23. ततो विहत्य धीणोजं ततः पट्टणपत्तनम् / - નિષ મુનિમાર્ણ મુનિરાગોડથમાય ll ર૪ / ત્યાંથી વિહાર કરીને ધીણોજ ગયા. અને ધીણોજથી વિહાર કરીને બીજા મુનીઓની સાથે મેહનલાલજી મહારાજ પાટણની પાસે આવ્યા. 24. तदा पट्टणवास्तव्यैः श्रावकैः शेष्ठिराजकैः / सूरतादुत्तमस्त्वग्रे-गन्तुको वरघोटकः // 25 // निस्सारितो य आश्चर्य-पदवीं प्राप दर्शकात् / तत्र चान्यत्र तादृङ् नाभूत्यागिति जनश्रुतिः // 26 // તે સમયે પાટણના મોટા મોટા શ્રાવક શેઠિયાઓએ સુરતનાં કરતાં પણ વધારે સારે વરઘોડો કાઢયે અને સામૈયું કર્યું. તેને જોનારાઓના તરફથી આશ્ચર્યની પદવી મળી. એટલે તેઓ તેને જોઈને આ તે મેટું આશ્ચર્યરૂપ છે” એમ કહેવા લાગ્યા. અને ત્યાં અથવા બીજી કોઈ ઠેકાણે પૂર્વે એ થ નથી એ પ્રમાણે લકોની દંતકથા ચાલે છે. 25-26. चैत्रे मासि सिते पक्षे द्वादश्यां सत्क्षणे मुदा। चकारोपाश्रये वासं दयासागरसंज्ञके // 27 // ચૈત્ર મહિનાની શુકલ પક્ષની (અજવાળીઆની) બારસને દિવસે સારા મુહૂર્તમાં શ્રીદયાસાગરજીના ઉપાશ્રયમાં મહારાજશ્રીએ નિવાસ કર્યો. 27. आयाता बहवस्तत्र श्राद्धाः सद्भावभाविताः / श्रवणार्थं मुनेर्वाक्यं धयं धर्मोपदेशकात् // 28 // તે સ્થાનમાં સારી ભાવનાવાળા ઘણા શ્રાવકો ધમપદેશ કરનાર મોહનલાલજી મહારાજનાં ધાર્મિક વાક્ય સાંભળવાને માટે આવ્યા હતા. 28, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust