________________ चित्रसेन चरित्र चरित्रम् Iઝા મને ચાર વES: પનથી રક્ષણ કરવું मोहितस्तस्य रूपेण सर्व: पौराङ्गनागणः / स्वकार्यविमुखीभूय तस्य पृष्ठे हि धावति // 14 // નગરની સર્વે સ્ત્રીઓ તેના રૂપથી મોહ પામેલી પોતાનાં કાર્યોને છોડી દઈને તેની પાછળ જ દોડે છે. (14) रक्षणीयः कुमारोऽसौ सावधानतया ततः / प्रासादे च स्वकीये य-द्यलो रत्नेऽपि युज्यते // 15 // તેથી આપે તે પુત્રને સાવધાનીપૂર્વક પોતાના રાજમહેલમાં રાખવો જોઈએ, કારણ કે રત્નને પ્રયત્નપૂર્વક સાચવવું જોઈએ. (15) यत:- यस्मिन् कुले य: पुरुष: प्रधानः, स एव यत्नात्परिरक्षणीयः / तस्मिन् विनष्टे हि कुलं विनष्टं, न नाभिभङगे ह्यारका वहन्ति // 16 // નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે જે કુળમાં જે પુરૂષ મુખ્ય હોય તેનું યત્નથી રક્ષણ કરવું જોઈએ. નહિતર તે પુરૂષ નાશ TR પામતા કુળ પણ નાશ પામે છે. જેમ ગાડાના પૈડામાં ધરી ભાંગતા આરાઓ ચાલતા નથી તેમ. પ્રધાન પુરૂષ નાશ પામતા કુળ નાશ પામે છે. (16) इति श्रुत्वा महीनाथ-श्चिन्तयामास मानसे / धनस्य यौवनस्यापि धन्य एव मदं त्यजेत् // 17 // આવું સાંભળીને રાજા મનમાં વિચારવા લાગ્યો કે ધન્ય પુરૂષ હોય તે જ ધનનો અને યૌવનનો મદ છોડી શકે છે. (17). प्रजोद्वेगकरो यो हि कार्य किं तेन सूनुना / कर्णं त्रोटयते यत्तस्तत्स्वर्ण निष्प्रयोजनम् // 18 // Ac. Gunratnasuri M.S. 444444444444444 છે તેમ. પ્રધાન પુરૂષ Jun Gun Aaradhak