________________ चित्रसेन रत्नशेखरस्य पराजय चरित्रम् // 119 / / બન્નેનું સૈન્ય પરસ્પર સામે સામે થયું. બખ્તર પહેરીને તૈયાર થયેલા યોદ્ધાઓ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. (667) रथिका रथिभिः सार्धं सादिनः सादिभिः सह / पत्तयः पत्तिभिः सार्धं युध्यन्ते क्रोधदुर्धरा // 668 // ક્રોધથી દુર્ધર એવા રથવાળા સાથે રથવાળા - ઘોડેસ્વારો સાથે ઘોડેસ્વાર ને પાયદળ સાથે પાયદળ યુદ્ધ કરે છે. (' भटमुक्तशरवातै-श्छादितं गगनाङ्गणम् / अकालेऽपि ततो जातं दुर्दिनं परितोद्रुतम् // 669 // સૈનિકો વડે જોડાયેલા બાણો વડે આકાશતલ ઢંકાઈ ગયું. તેથી કાળ વગર પણ ઓચિંતા ચારે બાજુ દુર્દિન થયો. (669) - यथा विन्ध्यावनीप्राप्ता गजा युध्यन्ति दुर्धरा / तथा सैन्यद्वयोर्जातं तद्युद्ध जनभीतिदम् // 670 // જેવી રીતે વિંધ્ય અટવીને પામીને દુર્ધરા એવા હાથીઓ જેમ યુદ્ધ કરે છે. તે રીતે મનુષ્યોને ભય કરનારું પરસ્પર બને સૈન્યનું યુદ્ધ થયું. (670) दृष्ट्वा सङ्ग्रामकौशल्यं चित्रसेनो नराधिपः / मुदा प्रशंसयामास रत्नशेखरसैनिकान् // 671 // ચિત્રસેન રાજા યુદ્ધની કુશળતા જોઈને રત્નશેખર રાજાના સૈનિકોની પ્રશંસા કરી. (671) यदा सिंहपुरीनाथः सयामान निवर्तते / चित्रसेनस्तदा कोपा-दण्डं जग्राह तं करे // 672 // જ્યારે સિંહપુરી નગરીનો રાજા યુદ્ધથી પાછો ફરતો નથી ત્યારે ચિત્રસેન રાજાએ ક્રોધથી હાથમાં દંડને ગ્રહણ કર્યો. (672) परमेष्ठीन् हृदि स्मृत्वा तथा विद्याधरं गुरुम् / दण्डं मुमोच तं शत्रु-सैनिकोपरि स वधा // 17 // પંચ પરમેષ્ઠિને તથા વિદ્યાધર ગુરૂને હૃદયમાં સ્મરણ કરીને તેણે કોધ વડે શત્રુના સૈનિકો ઉપર દંડને મૂક્યો. (673) Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak