________________ શ્રી. ધર્માનંદ કોસંબીજી શ્રી. ધર્માનંદ કોસંબીજનું જીવન એટલે આપબળે ઉન્નતિ સાધવાની અનિરુદ્ધ સાધના. એમના જીવનનું અનુશીલન કરવાથી કેટલાયે દુર્દેવી પણ ઉત્સાહી તરુણોને પ્રેરણાત્મક બેધ તથા નવું આશ્વાસન મળ્યા વિના નહિ રહે. આજકાલના જમાનામાં ગામડાને ૨ખડેલ છોકરો હાઈસ્કૂલ કે કૅલેજની ઘરેડમાંથી પસાર થયા વિના અસાધારણ વિદ્વાન થઈ શકે છે, એ વાત કોઈના માનવામાં આવે એમ નથી. પરંતુ શ્રી. ધર્માનંદજીએ આપહિંમતથી અને સ્વાશ્રયી વૃત્તિથી એ વાત સિદ્ધ કરી બતાવી છે. તેથી “બોધિચર્યામાં પ્રવેશ માટે તેમનું ટૂંક ચરિત્ર* જાણવું એ યોગ્ય શરૂઆતરૂપ થશે. ' શ્રી. ધમાનંદજીનો જન્મ ગોવાના સાસષ્ટ પ્રાંતમાં આવેલ સાખવળ ગામે તા. ૯મી ઓકટોબર ૧૮૭૬ને દિવસે થયો હતો. તેમનાં માતાનું નામ આનંદીબાઈ હતું અને પિતાનું નામ દામોદર હતું. તેમને એક ભાઈ અને પાંચ બહેન હતી. ધર્માનંદજી સૌથી નાના હતા. ગામનાં બધાં છોકરાં કરતાં ધર્માનંદજી નબળા હતા. આઠ નવા વર્ષના થયા ત્યાં સુધી તેમને બરાબર જમતાં પણ નહોતું આવડતું. પિતાને મોઢે કેટલાક લોકો ધર્માનંદજી વિષે કહેતા કે, “આ છોકરે તમારા ઉપર ચોખ્ખો ભારરૂપ છે.” કોઈ પણ સાધારણ પિતાને પૂરેપૂરી નિરાશા ઊપજે એવા મંદ તે ધર્માનંદજી હતા જ, છતાં તેમના પિતાને આશા હતી કે તે મોટે થતાં હોશિયાર નીવડશે. એક વાર એક ગામઠી જેશીએ ભવિષ્ય ભાખેલું કે, ધર્માનંદજી મોટા વિદ્વાન થશે; જેકે ધનવાન નહીં થાય. અને આ ભવિષ્યકથન ઉપર તેમના પિતાને સંપૂર્ણ આસ્થા હતી. * શ્રી. ધર્માનંદજીએ પોતાનું આત્મચરિત્ર “આપવીતી” લખ્યું છે. તેને આધારે ઘણુંખરી માહિતી લીધી છે. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust