________________ બાધિચર્યાવતાર ધર્માનંદજીને કેળવણી આપવા માટે તેમના પિતાને ભારે હોંશ હતી. પણ કેળવણું કેમ આપવી એની તેમને ખબર નહોતી. પહેલાં તે ધર્માનંદજી ઘરમાં જ પાટી ઉપર ધૂળ નાખી તે ઉપર કક્કો ઘૂંટતા શીખ્યા. ત્યાર પછી ત્રણ-ચાર જગ્યાએ છૂટક છૂટક તેમણે વિદ્યાભ્યાસ કર્યો અને તે પાંચમા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા. * ઈ. સ. ૧૮૯૧ની આખરે કે ૧૮૯રની શરૂઆતમાં તેમને ધીરે ધીરે વાંચવાનો શોખ લાગ્યો. એમાં કોઈની કશી ખાસ પ્રેરણું નહોતી. તેમનું મન આપમેળે જ વાચન તરફ વળ્યું. વાચનના વધવા સાથે તેમને જીવન પ્રત્યે અસંતોષ પણ વધવા માંડ્યો હતો. એ. અરસામાં જ ૧૮૯૨ના જૂન માસમાં તેમનાં લગ્ન થયાં. પરંતુ તેમને અસંતોષ તે તીવ્ર બનતો જ ગયો. “મારા જેવા ઢોરે જીવતા રહેવામાં પણ શે સાર? ઝેર પીને આ દુનિયાની મુસાફરી પૂરી કરી નાખવી એ શું બહેતર નથી ?' એવા એવા વિચારે તેમને મનમાં તે કાળે ઊઠતા. એ દરમિયાન તેમણે ગામમાં જેટલાં મળી શકે તેટલાં પુસ્તક મેળવીને વાંચ્યાં. તેમને ઘેર સંત તુકારામની ગાથાની એક ચેપડી હતી. તેમનાં બહેન એમાંના અભંગ કઈ કઈ વાર વાંચતાં. તે પુસ્તક ધર્માનંદજીએ વાંચવા માંડયું. અભંગ તે વખતે તેમને ૨ચ્યા નહિ. પરંતુ પુસ્તકના આરંભમાં આપેલ તુકારામ બવાના ચરિત્રે તેમના મન ઉપર એવી તે છાપ પાડી કે, એ ચરિત્ર તે અનેક વાર વાંચી ગયા અને તેમણે તેમાંથી કેટલાય અલંગ મોઢે પણ કર્યા. આ ચરિત્રે તેમની પીડા મટાડી. તેમને થયું, “હું નિધન હોવાથી દુઃખી રહું છું, પણ તુકારામ ભુવાએ તે દેવાળાં જ કાડ્યાં હતાં ! હું અભણ છું તેથી એ વાતનો શેક કરું છું, પરંતુ તુકેબાને તે મારાથી દસમે હિસ્સે પણ ભણવાનાં સાધને નહાતાં મળ્યાં! મારું લગ્ન થયું છે તેથી હું વિમાસણમાં પડી ગયો છું, પણ તુકોબા તે બે વખત પરણ્યા હતા! દુનિયાદારીમાં મારાથી અનેક ગણી મુશ્કેલીઓ તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust