________________ - એ કહેલો ન દશા “ઝ પ્રસ્તાવના [‘બેધિચર્યાવતાર'ના શ્લોક પુરાતત્ત્વ”માં સ્વાધ્યાય રૂપે પ્રસિદ્ધ થયા હતા તે વખતે શ્રી. ધર્માનંદજીએ લખેલી આ પ્રસ્તાવના છે. સંપ૦] બોધિ એટલે જગત ઉદ્ધારક તત્ત્વજ્ઞાન. તે માટે જે પ્રાણ પ્રયત્ન કરે છે તે બોધિસત્વ. તેની ચર્યા એટલે આચરણને બોધિચર્યા કહે છે. તેની ચર્યામાં અવતાર એટલે પ્રવેશ તે બોધિચર્યાવતાર. અહીંયાં તેને અર્થ બોધિસત્વના આચરણમાં પ્રવેશ કરી આપનાર ગ્રંથ એવો થાય છે. પાલિ ગ્રંથમાં બેધિસરવે પ્રાપ્ત કરવાની દશ પારમિતાઓ કહેલી છે. તે આ પ્રમાણે - દાનશીલ, નક્કમ્ય, પ્રજ્ઞા, વીય, શાન્તિ, સત્ય, અધિકાન, મૈત્રી અને ઉપેક્ષા. પણ મહાયાન ગ્રંથમાં છ પારમિતાઓ મળી આવે છે - દન, શીલ, ક્ષાતિ, વીર્ય, ધ્યાન અને પ્રજ્ઞા. સત્યને શીલમાં; નષ્કમ્ય, મૈત્રી અને ઉપેક્ષાને ધ્યાનમાં; અને અધિષ્ઠાનનો વિર્ય પારમિતામાં સમાવેશ થતો હોવાથી ઉપરની દશ પારમિતાઓનો આ છમાં સમાવેશ થઈ શકે છે. બધિચર્યા એટલે આ છ પારમિતાઓનું જ વર્ણન હોવું જોઈએ. પરંતુ શાતિદેવાચાર્યો ભિક્ષુઓ માટે આ ગ્રંથ લખેલ હોવાથી તેમાં દાન પારમિતાને વિશેષ મહત્ત્વ આપ્યું નથી. શીલ એટલે ભિક્ષુઓએ પાળવાના નિયમ. તે સર્વ ભિક્ષુઓ જાણતા જ હોય, એટલે તેને વિસ્તાર ન કરતાં શીલપાલનને માટે અતિ આવશ્યક સ્મૃતિ ઉપર જ આચાર્યે વિશેષ ભાર દીધો છે. પાંચમો પરિચ્છેદ આ સ્મૃતિ ઉપર જ છે. અને અહીંથી જ બોધિસત્વની ચર્ચાને ખરે આરંભ થાય છે એમ સમજવું જોઈએ. બાકી રહેલી ચાર પારમિતાઓનું વર્ણન અનુક્રમે બે-૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.