________________ ભીમસેન ચરિત્ર સંભાળવાની છે. હું હવે ધર્મ ધુરંધર થાઉં અને તું હવે રાજધુરંધર થા....” પિતાજી ! હુ આ રાજગાદી કેવી રીતે સંભાળી શકીશ? હજુ તો મારી એ માટે ઉંમર પણ ચગ્ય નથી થઈ. આ સિવાય બીજી કોઈ પણ આજ્ઞા મને ફરમાવે.' ભીમસેને કીધું. ને તે પછી તેણે ઘણે આગ્રહ કર્યો કે પાપકારી એવી આ રાજગાદી પિતાને ન સેપે. ગુણસેને અને મંત્રીઓએ ત્યારબાદ તેને ઘણું સમજા અને રાજગાદીને સ્વીકાર કરવા માટે મના. પિતા અને મંત્રીએ બધાનો આગ્રહ જોઈ ભીમસેને પિતાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. અને એક સારા દિવસે ને શુભ ચોઘડિયે ગુણને ભીમસેનને ભારે દબદબાપૂર્વક રાજ્યાભિષેક કર્યો. રાજમુકુટ અને રાજમુદ્રા આપતી વેળાએ ગુણને કીધું. બેટા આ રાજમુકુટ ને રાજમુદ્રાનું ગૌરવ બરાબર જાળવજે. આપણે પ્રજાને તારા પિતાના સંતાન સમી ગણીને તેઓનું જતન કરજે, અને ન્યાય તેમજ નીતિપરાયણ બની રહેજે. પ્રજાના સુખ દુઃખમાં ભાગીદાર બનજે. અને રાજયની આબાદી તેમજ જાહેજહાલી વધુ ને વધુ વધે તે રાજવહીવટ કરજે. રાજના બધા જ ધર્મોને સરખું માન આપજે. અને સાધુ-સંતો તેમજ વિદ્વાનોનું સન્માન કરજે. પ્રમાદને ત્યાગ કરીને રાજકાજ કરજે. ભીમસેને વિધિપૂર્વક પિતાની આજ્ઞા માથે ચડાવી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust