________________ સંયમના પંથે છે અને મને વિશ્વાસ છે તું એ જરૂરથી કરીશ.” ભીમસેનને પિતાની સાથેના સિંહાસન ઉપર બેસાડતાં ગુણસેન બોલ્ય. આપની આજ્ઞા મારે શિરોમાન્ય છે, પિતાજી!” ભીમસેને વિનયથી કીધું. બેટા ભીમસેન ! તું તો જાણે છે હવે મારી ઉંમર થઈ છે. મારા અંગે હવે શિથિલ બનતાં જાય છે. કોને ખબર આ આયુષ્ય ક્યારે પણ પૂરું થઈ જાય ?.." પિતાજી એવું અમંગલ ન બોલે, આપ તે ઘણું જીવવાના છે !" ભીમસેન વચમાં જ લાગણી ને ભક્તિભર્યા હૈયે બોલી ઊઠયો. બેટા ! એ કંઈ આપણા હાથની થેડી વાત છે? જેટલું જીવાય તેટલું ખરું. હવે તે હું પાકયું પાન કહેવાઉં, કયારે પણ ખરી પડું. આથી મેં હવે નિર્ણય કર્યો છે કે મારું બાકીનું આયુષ્ય હું દીક્ષાવસ્થામાં પૂર્ણ કરું. આ માનવભવ હું હારી જાઉં તે પહેલાં હું તેને બને તેટલે સાર્થક કરી લેવા માંગુ છું.” - “પિતાજી! આપનો નિર્ણય ખરેખર ઉમદા છે. હવે મને ફરમાવો કે તેમાં હું આપની શી સેવા કરી શકું તેમ છું ?" બેટા ! તું એક નરેશનું સંતાન છે. હું દીક્ષા લઈ રાજપાટ છેડી દઉં, તો પછી આ રાજ્યનું પાલન કોણ કરે? તું મારે માટે પુત્ર છે. મારા પછી તારે જ આ રાજગાદી I I P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust