________________ સંયમના પંથે 69 નગરજનોએ તે પછી “રાજા ભીમસેનનો જય હો” એવા નાદથી રાજસભાને ભરી દીધી. એ પછી ગુણસેને પિતાની દીક્ષાની તૈયારી કરી. નગર આખામાં સાંવત્સરિક દાન કર્યું. અને પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમાન ચંદ્રપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે આવીને વિધિપૂર્વક દીક્ષા અંગીકાર કરી, પ્રિયદર્શનાએ પણ પતિના પગલે ચારિત્ર્ય ધર્મનો સ્વીકાર કર્યો. આ ઉપરાંત બીજા કેટલાક ભાવિ જીવોએ પણ દીક્ષા લીધી. બીજાઓએ સમ્યક્ત્વ ધર્મને સ્વીકાર કર્યો. કેટલાકે ચતુર્થવ્રતના પચ્ચક્ખાણ લીધાં. ત્યારબાદ વરસો સુધી દયાના એક પાત્રભૂત ચારિત્ર રત્નનું નિરતિચાર સભ્ય પાલન કરીને દિવ્ય ક્રાંતિવાળા તેઓ બંને આયુષ્ય પૂર્ણ કરીને અનુત્તર દેવલોકમાં ગયાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust