SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વર ઘોડે ચડ ભીમસેન બાજોઠ પર બેઠે કે તરત જ બે અનુચર સુંદર પિષાકમાં સજજ બનીને વીંઝણો વીંઝવા લાગ્યા. તેમના માટે શીતળ જળ મંગાવ્યું. સાજનને પણ પીવરાવ્યું ડીવાર બાદ વેવાઈએ મસાલા દૂધ દરેકને આપ્યું. આ બાજુ રાજ બ્રાહ્મણે લગ્નવિધિની શરુઆત કરી અને યજ્ઞની વેદીમાં ઘી નાંખી તેની પવિત્ર શીખાઓને વધુ પ્રજવલિત કરી. સાથે સાથે મંત્રોચ્ચાર પણ તે કરવા લાગ્યું. રાજબ્રાહ્મણની આજ્ઞાનુસાર ભીમસેન લગ્નવિધિમાં સાથ આપતો હતો. ત્યાં રાજ બ્રાહ્મણે સાદ કર્યો: “કન્યાના મામા, કન્યાને - લઈને હાજર થાય.” . કન્યાના મામા, સુશીલાને લઈને હાજર થયા. મંદ પગલે સુશીલા લગ્નમંડપમાં આવી ને શરમાતી, લજાતી ભીમસેનના સાથેના બાજોઠ પર બેસી ગઈ રાજ બ્રાહ્મણે ફરીથી લગ્નવિધિ આગળ ચલાવી. હસ્ત મેળાપ કરાવ્યો ને સપ્તપદી વર-કન્યા પાસે ભરાવી. સૌ - સગા-સંબંધીઓએ આવીને સુશીલાના કાનમાં કહ્યું : “અખંડ સૌભાગ્યવતી હો.” . ત્યારબાદ લગ્નવિધિ છેડી ચાલી અને થોડા સમયમાં એ પતી પણ ગઈ. વિધિ સમાપ્તિ બાદ માનસિંહ રાજાએ અને કમલાએ તેમજ ભીમસેનની સાળી સુચનાએ ઘણું જ આગ્રહ અને ઉમળકાથી વરરાજાને કંસાર જમાડો. -અન્ય સાજનવર્ગને પણ મિષ્ટાન જમાડયાં. માનસિંહ રાજાએ જાનૈયાઓને ખૂબ જ સુંદર રીતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy