________________ સુશીલા 47 કર્યું. આ કામ પતી ગયું એટલે તરત જ હું ત્યાંથી વિદાય થયે. અને રસ્તામાં નિરર્થક કયાંય પણ ખોટી થયા સિવાય સીધે અહી ચાલી આવ્યો છું....” સુમિત્રે પોતાનું બોલવાનું પૂરું કર્યું અને પોતાના આસને બેસી ગયો. શાબાશ! સુમિત્ર, શાબાશ ! તારી બુદ્ધિ અને કાર્ય, શકિતને ધન્યવાદ છે ! તે ખૂબ જ ઉત્તમ કૂળની કન્યા શોધી કાઢી છે! હવે આપણે ઘણી જ ત્વરાથી લગ્નની તૈયારી કરવી પડશે. કેમ ખરું ને? “હા, રાજન ! માનસિંહ નરેશે બને તેટલું જલદી આ અવસર ગોઠવવા મને જણાવ્યું છે....... સુમિત્રો કીધું. તે કરો આજથી તેની તૈયારી અને શુભ દિવસે આપણે અહીંથી પ્રયાણ કરીએ.” ગુણસેન બોલ્યો. જેવી આપની આજ્ઞા.” સુમિત્રો રાજાની આજ્ઞાને સ્વીકાર કર્યો. અને હાં, સુમિત્ર! લે આ રત્નહાર સગાઈની ખુશાલીમાં તને ભેટ. આ રાજ સાંઢણી પણ હવે તારી જ પાસે રાખજે. તે પણ તને ઉપહારમાં ભેટ આપું છું.” ગુણસેને ગળામાંથી રત્નહાર કાઢીને આપતાં કહ્યું. ઘણું જ રાજ! ઘણું જીવો! આપના સુખ શાંતિ સદાકાળ રહો !" સુમિને પ્રણામ કરી રત્નહાર લઈ લીધો. એ પછી તરત જ ગુણસેને લહીયા પાસે સુવર્ણાક્ષરે લગ્નપત્રિકા લખાવવાને હુકમ કર્યો. અને એક સાંઢણ સ્વારને P.P.:Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust