________________ ભીમસેન ચરિત્ર જ કુશાગ્ર છે. રાજપ્રશ્રોને એ સરળતાથી સમજી શકે છે. પરંતુ એ વિનયી એટલી બધી છે કે તેને પૂછવામાં આવે તે જ તે રાજકાજના પ્રશ્નોમાં સલાહ આપે છે. વગર પૂછે તે ડહાપણ ઓળતી નથી. વિવેકી પણ તે એટલી બધી જ છે. કોને કેટલું સન્માન આપવું, કેવી રીતે કોને કેવો સત્કાર કરવો વગેરે તે ખૂબ જ સારી રીતે જાણે છે. અને બોલવે તે એવી મધુર ભાષિણી છે કે નાના સાથે એ નાની બની રહે છે ને મોટા સાથે મેટી પણ બની રહે છે, તેના સ્વભાવમાં કયાંય ઉગ્રતા નથી. ખૂબ જ શાંત અને સરળ છે. સ્ત્રી સ્વભાવ ચંચળ કહ્યો છે, પરંતુ આ કન્યા તે પૂરેપૂરી સ્વસ્થ મિજાજની છે. રાજમહેલમાં ઉછરી છે, પરંતુ તેનામાં કયાંય અભિમાન જણાતું નથી. ખૂબ જ સાદાઈ અને સંયમથી એ રહે છે. તેનું યૌવન સોળે કલાએ પરિપૂર્ણ ખીલેલું છે, પરંતુ તેનામાં મેં કયાંય ઉદ્દેડતા કે ઉછુંખલતા જોઈ નથી. મેં તેની સાથે ઘણે સમય જ્ઞાનચર્ચા વગેરેમાં પસાર કર્યો હતો. એ પછી જ મેં નક્કી કર્યું કે આવી કન્યા આપણા પાટવીકુંવર માટે બરાબર ચોગ્ય છે. આથી પણ વધુ સારી રીતે મેં ત્યાં ભીમસેન કુંવરનો પરિચય આવ્યે હતો. તેમની છબી બતાવી હતી. ત્યારપછી તેઓએ એ છબીને મનભેર નીરખી, પૂછવા ગ્ય એવા મને પ્રશ્નો પૂછયા અને છેલ્લી વિધિમાં તેમણે કુંવર અને કન્યાની કુંડલીઓ જોવરાવી. ત્યાર બાદ માનસિંહ નરેશે ભર રાજસભામાં આ સગપણની જાહેરાત કરી અને મારું ચગ્ય સન્માન બી . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust