________________ 422 ભીમસેન ચરિત્ર કેઈન આપી શકતાં નથી તે જીવન છીનવી લેવાનો આપણને કઈ જ અધિકાર નથી. આપણું કર્તવ્ય તે અપરાધને દૂર કરવાનું છે, અપરાધીઓને નહિ. આથી અપરાધને તિરસ્કા કરજે. અને અપરાધીઓ ઉપર દયા ચિંતવજે. તારા આંગણે જે કોઈ સંત, જ્ઞાની, ગુરુ ભગવંત આદિ આવે તેના વિનય કરજે. તેમની ભક્તિ કરજે, તેમની હિતકારી વાણી નું પાન કરજે. સુપાત્ર દાન દેજે. ગરીબ ગુરબાઓને અન્ન અને વસ દિજે. રાજચર્ચા કરવા નીકળજે અને જે કઈ દુઃખી જણાય તેઓના દુઃખ દૂર કરવા પ્રયત્ન કરજે. પૂર્વભવના પુણ્યબળથી તને આ રાજ્ય મળ્યું છે. એ પુણ્યમાં ધર્મ આરાધન કરીને વધારો કરજે. યૌવનના ઉન્માદમ એ પુણ્ય ખચી ન નાંખીશ. અને આથી વિશેષ તને શું કહેવું ? તું સુજ્ઞ છે સમજદાર છે. તને, તારા કુળને, તારા ધર્મને તેમજ તાજ આત્માને વધુ ઉજજવળ અને યશસ્વી કરે તેવી રીતે આ રાજધુરાને વહન કરજે.” ઘણા જ વિસ્તારથી ભીમસેને દેવસેનને રાજ ચલાવવા માટેની યોગ્ય સુચનાઓ આપી. દેવસેને તેને વિનયપૂર્વ સ્વીકાર કર્યો. “પિતાજી! આપ નચિંત રહે છે. આપની આજ્ઞાનું હું અક્ષરશ: પાલન કરીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust