SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ રે ! આ સંસાર! ! 421 : સત્તાના લીધે અભિમાની ન બનીશ. નમ્ર બનજે. સત્તાને ઉપગ શાસનને સુવ્યવસ્થિત અને સુતંત્રિત કરવા માટે કરજે. યુદ્ધને આશરો લઈશ નહિ. રક્ષણ માટે યુદ્ધ કરજે. નવા નવા રાજ્ય મેળવવાના લેભમાં નિર્દોનું લોહી રેડાવીશ નહિ. બને ત્યાં સુધી યુદ્ધથી વિરમજે. - યુદ્ધ કરવાનું મન જેર કરે તે તારી પિતાની જાત સાથે જ યુદ્ધ ખેલજે. તારા મનને નબળા પાડનારા, તને દુર્ગતિમાં ઘેરી જનારા, તારા આત્માને કલંકિત કરનારા એવા તારા આંતરશત્રઓ સામે ખૂનખાર યુદ્ધ લડી લેજે. એ શત્રુઓ ઉપર વિજય મેળવજે. ને આમરાજ્યને યશસ્વી વિજેતા બનજે. - રાજવૈભવમાં પડીને તારા ધર્મને વિસરીશ નહિ. તું પહેલાં માનવ છે. માનવતા એ તારે પ્રથમ ધર્મ છે. એ ધર્મથી ટ્યુત થઈશ નહિ. અને એક રાજા તરીકે તારા અનેક કર્તવ્ય ધર્મો છે. એ ધર્મનું યથાર્થ પાલન કરજે. = અર્થ અને કામમાં, પૈસા અને પતનમાં અટવાઈને તારા ધર્મને નેવે ન મૂકીશ. અને યાદ રાખજે જે દિવસે તું તારો ધર્મ ભૂલીશ, તે દિવસથી તારું સઘળું અશ્વય નાશ પામશે. - ન્યાયના સિંહાસન ઉપર બેસીને નિર્દોષોને દંડ કરીશ નહિ. ગુનેગારોને પણ ઉચિત જ દંડ કરજે. અને મૃત્યુ દંડ તે કોઈનો પણ કરીશ નહિ. કારણ જે જીવન આપણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy