________________ 420 ભીમસેન ચરિત્ર દૌર્ય ધારણ કરજે. કારણ દર્ય એ પુરુષનું આભૂષણ છે અને પ્રજાનું શાસન સંભાળતા રાજવી માટે તે એ ગુણ ઘણે જ અનિવાર્ય છે. આથી જરાય ઉતાવળે બન્યા વિના સ્વસ્થ અને શાંત ચિત્તે દૌર્ય ને શૌર્ય થી પ્રજાનું કલ્યાણ કરજે. રાજકારભાર એ ઘણે જ અટપટો વિષય છે. એ કારભાર કરતાં તું નીતિને ચૂકીશ નહિ. અનીતિ આદરી નહિ. કારણ અનીતિ એ અનેક આપત્તિનું મૂળ છે. હંમેશા ગુણો જ મેળવજે. સગુણ વિનાનું જીવ ભારરૂપ છે. એશ્વર્ય ને શૈભવમાં છકી જઈ અવગુણથી તાર જીવનને બરબાદ ન કરીશ. આ રાજસંપત્તિ એ પ્રજાની સંપત્તિ છે તેમ માની તેને ઉપગ કરજે. બધી જ બાબતેમાં વિચક્ષણ એવા મંત્રીની સલા લેજે. તેમને સાથે રાખી બધા શુભ કામ કરશે. અને રાજ લક્ષમીને નિરંતર વધારે કરજે. અને એ લક્ષમીને પ્રજાન સુખ અને સગવડમાં ઉપયોગ કરજે. - સૌ ઉપર પ્રેમ રાખજે. તારાથી વચે મેટા અ જ્ઞાનમાં સમૃદ્ધ હોય તેવા વિદ્વાન અને વડીલેનું ઉચિ સન્માન કરજે. તેમનો આદર સત્કાર કરજે, તેમની હિત વાણીનું પાલન કરજે. રાજશાસન તારે ચલાવવાનું છે, તેથી તારી પાસે રે બરોજ અનેક પ્રશ્નો આવશે. જનતાની ફરિયાદો આવશે ન્યાય માટેની પુકાર આવશે. એ સઘળામાં વિવેક રાખજે સત્તાના ઉપગ કરતાં આત્માના અવાજને વધુ મહત્વ આપજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust