________________ રે! આ સંસાર !! 423 એ પછીના બીજા દિવસે દેવસેન અને કેતુસેને પિતાના માતા પિતાને ભવ્ય એ દીક્ષા મહોત્સવ ઉજવ્યો. ભીમસેન અને સુશીલા સાથે બીજા પણ કેટલાક મુમુક્ષુ આત્માઓ હતા. એ સૌ વાજતે ગાજતે કેવળી ભગવંત શ્રી હરિ સૂરીશ્વર મહારાજા પાસે આવ્યા. ભગવંતે તે સૌને વિધિપૂર્વક દીક્ષા આપી. નગરજનોએ એ સૌ નૂતન મુનિ ભગવંતને જયનાદ કર્યો. | દેવસેન અને કેતુસેને શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કર્યા. અને માતપિતાને વંદના કરી રાજમહેલ પાછા ફર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust