________________ 414 ભીમસેન ચરિત્ર “અરર ! શું હું આવો હતો ? ઉછુંખલ અને ઉદ્ધત કામજિતના ભવમાં મેં શું આવાં ઘોર પાપ કર્યા હતાં ? અને એ પાપ પણ પાછાં મેં હસતા હસતા કરેલા. મને મજાક સૂઝી તે જળચર જીવને પાણીમાંથી બહાર ખેંચી કાઢો, વાંદરાના બચ્ચાને જનેતાથી વિખૂટું પાડયું, વણિકના રને ઝૂંટવી લીધાં, મુનિ ભગવંતની મેં ત્રણ ત્રણ વાર કદર્થના કરી. આ બધું જ મેં વિના કારણે કર્યું. ન તેમને કંઈ વાંક હતો. ન કંઈ તેમનો ગુનો ! અપરાધ વિના જ એક રમત કરવા ખાતર જ મેં એ બધું કર્યું ! એ રમતે હાય ! આજ મારી શી શી દશા થઈ? પ્રીતિમતિના પ્રેમમાં લુબ્ધ બની પ્રજાપાલને છેતર્યો, તે આ ભવે તેણે મારું રાજ્ય લૂંટી લીધું ! - વણિક અને તેની પત્નીને વિના અપરાધે કાઢી મૂક્યા. તો આ ભવે મારે ખૂદ એ રીતે બેહાલ થઈ રેટલા માટે રઝળવું પડ્યું ! - મુનિ ભગવંતની અવહેલના કરી, તે ત્રણ ત્રણ વાર હાથમાં આવેલી સંપત્તિને મારે ગુમાવવી પડી.” - આહ! શું કર્મને ન્યાય છે! " એકએક પાપકર્મ મારે ભોગવવું પડ્યું. તેમાંથી સહેજ પણ હું છટકી ન શકો. એકએક કર્મને મારે પૂરેપૂરે હિસાબ ચૂકવવો પડશે. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust