________________ 33 4 રે ! આ સંસાર !! કેવળી ભગવંત શ્રી હરિ સૂરીશ્વરજી મહારાજાના મંગલ સ્વર ચારેય દિશામાં ગૂંજી રહ્યા હતા. શ્રોતાઓ મુગ્ધ ભાવે એ અમૃતવાણુનું પાન કરી રહ્યા હતા. પર્ષદા હકડેઠઠ ભરાયેલી હતી. દેવ, દાનવો, મનુષ્ય અને તિર્યંચે પણ શાંતભાવે ભગવંતની દેશના કાને ધરી રહ્યા હતા. ભગવતે આજે ભીમસેનને પૂર્વભવ કહે શરૂ કર્યો હતો. તેમાં કથા હતી. કથામાં નરી સચ્ચાઈ હતી. એ સચાઈમાં આત્માને જાગ્રત કરે તેવી અખૂટ તાકાત હતી. કેવળી ભગવંતના એક એક શબ્દ ભીમસેનનું રેમેરેમ ધ્રુજી ઊઠતું હતું. ભગવંત એવી અસરકારક વાણીમાં પિતાના પૂર્વભવના પ્રસંગેનું વર્ણન કરી રહ્યા હતા, કે ભીમસેન એ તમામ પ્રસંગે પિતાની આંખ સામે ભજવાઈ રહ્યા હોય તેમ અનુભવી રહ્યો હતે. સુશીલા પણ પિતાના પૂર્વભવને નિહાળી રહી હતી. સુશીલાના સ્વરૂપમાં એ પ્રીતિમતિના ભવને અનુભવ કરી રહી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust