________________ રે! આ સંસાર !! 415 એ પાપમાંથી ન મને પ્રતિમતિ ઉગારી શકી કે ન મને મારું અશ્વય એ કર્મમાંથી બચાવી શકયું ! મારાં કરેલાં કર્મ મારે જ ભેગવવાં પડયાં. તેમાં કોઈએ પણ ભાગ ન પડાવ્યો.” ભીમસેન પોતાના કર્મને સંભારી તેને બળબળતો પસ્તા કરતો આંસુ સારી રહ્યો. - સુશીલા ની આંખ પણ આંસુથી ઊભરાઈ રહી હતી. તે પણ પિતાના પ્રીતિમતિના ભવને યાદ કરી પસ્તાવાથી સળગી રહી હતી. પિતે વિશ્વાસઘાત કરી અલંકારે સંતાડી રાખ્યા, વણિક પત્નીને ખોટી રીતે ત્રાસ આપી તેમને ઘર બહાર કાઢી મૂકયા વગેરે પિતાના કર્મોને યાદ કરી પિતાની એ પાપને નિંદવા લાગી. તેને પણ થયું, કે આ જગતમાં જે જીવ જેવાં કર્મ બાંધે છે, તેવાં જ કર્મને બદલે તેને ચૂકવવું પડે છે. કર્મને પાશમાંથી કોઈપણ છટકી શકતું નથી. પાપ ભલે નિર્દોષભાવે કયુ હોય કે પછી અત્યંત ક્રૂર ને વૈરભાવે કર્યું હોય, તેનું પરિણામ ભેગવવું જ પડે છે. - સુનંદા અને વિમલા દાસી પણ આજ જાતને ભાવ અનુભવી રહી હતી. તેમનું અંતર પણ પોતાનો પૂર્વભવ જાણે ધર્મ ભાવનાથી પીગળી રહ્યું હતું. અન્ય જીવ પણ ભીમસેનના આ પૂર્વભવને જાણીને સંસારની અસારતા, કર્મની સત્તા, કર્મના પરિણામ વગેરેનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust