________________ 30 ભીમસેન ચરિત્ર પહોંચવું હોય ત્યારે સાંઢણીને તે ઉપયોગ કરતો. તે યુગની સાંઢણું એટલે આજના યુગનું જેટ વિમાન. એ સાંઢણી લઈને સુમિત્ર નીકળી પડશે. વહેલી સવારે એ માં ઉપર પાણી છાંટીને એક ગામથી બીજે ગામ નીકળી પડતો. બપોરના કોઈ વડની છાયામાં આરામ કરતો. બપોર નમતાં ફરી દડમજલ શરૂ કરી દેતો. અને રાત પડતાં કઈ મંદિરના એટલે કે ગામના ચોરે છયુ પાથરીને સૂઈ જતો. રાજકન્યાની શોધ કરવાની હતી. ગુણરસેનના રાજમહેલને શભાવે તેવી રાજવધૂ જોવાની હતી. ભીમસેનને પડખે ઊભી રહે તો દીપી ઊઠે એવી કૂળવાન કન્યાની તપાસ કરવાની હતી. આથી સુમિત્ર વિવિધ દેશના રાજદરબારમાં જ. ત્યાંની માહિતી મેળવતો. રાજકન્યાઓને નીરખતો. બની શકે ત્યાં તેમનો સીધો કે પરોક્ષ પરિચય પણ કરતો. આ રીતે તે અનેક રાજદરબારો ઘૂમી વળ્યો. ઘણી બધી રાજકન્યાઓના નામ તેની પાસે ભેગા થઈ ગયા. એકને જો ને બીજીને ભૂલે તેવી પણ રાજકન્યાએ તેણે જોઈ. પરંતુ માત્ર રૂપ ઉપરથી જ કન્યાનું પારખું કરે ને તે જ ભીમસેન માટે એગ્ય છે એવો નિર્ણય સુમિત્ર કરે તેવો તે ન હતું. રૂપ, શીલ, ચારિત્ર્ય, વિદ્યા, સંસ્કાર, તંદુરસ્તી, ઉચ્ચકૂળ આ બધું જ તે દરેકમાં ઝીણવટપૂર્વક જેતો હતો. પણ હજી સુધી કયાંય તેનું મન માને એવી કન્યા જડી ન હતી. જે તેણે જોઈ હતી. તેમાં કોઈનામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust