________________ 29 સુમિત્રનું દેશાંતર ગમન સારા કામમાં વળી વિલંબ શ કરે. આજે જ આપણે દૂતને મોકલે. તેને બધી માહિતી આપો અને ચોગ્ય કૂળ ને કન્યા જોઈ સંબંધ કરી લાવવાની આજ્ઞા આપો.” પ્રિયદર્શનાએ કહ્યું. એ જ દિવસે ગુણસેને સુમિત્ર નામના રાજદૂતને દેશાંતર મોકલી દીધે. આ દૂત ઘણો જ વિચક્ષણ હતો અને તે બધી જ કલાઓનો જાણકાર હતે. વારસામાં જ તેને વાચાળતા મળી હતી. આ વાચાળતા કોઈને કંટાળો નહતી આપતી. કારણ તેની ભાષા ઘણી જ સંસ્કારી હતી. અને બોલતી વેળાએ તે સામા પાત્રની ચગ્યતાને પ્રથમ જોતો હતો. ઉપરાંત તે જતિષ વગેરેનો પણ સારે જાણકાર હતો અને પ્રવાસ તે તેણે અનેક ખેડયા હતા. આથી દેશ વિદેશની તેને ઘણી માહિતી હતી. અનેક રાજાઓને, તેમના કૂળને તેમજ તેમના સંતાન ને સગાઓ સુદ્ધાને તે બરાબર ઓળખતો હતો. ગુણસેનને આ સુમિત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. અને તેને શ્રદ્ધા હતી કે જે કામ માટે તેને પોતે મોકલી રહ્યો છે તે કામ એ જરૂરથી યશસ્વીપણે પાર પાડી લાવશે, શુભ દિવસે ને શુભ ચોઘડિયે સુમિત્ર રાજાને પ્રણામ કરી તેમજ તેમના શુભાશિષ લઈને દેશાંતર માટે નીકળી પડયો. એ જમાનામાં આજના જેવા ઝડપી વાહનો ન હતાં. લાંબી કે ટૂંકી સફર કરવી હોય ત્યારે તે સમયનો માનવી કાં ગાડુ, ઘડે કે સાંઢણી લઈને નીકળી પડતો. ઝડપથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust