________________ 3 : સુમિત્રનું દેશાંતર ગમન ગુણસેન અને પ્રિયદર્શના એક બપોરે શીતળ ગૃહમાં બેઠાં હતાં અને અલકમલકની વાતો કરી રહ્યાં હતાં. બંને પુત્રો તે સમયે કંઈક બહાર ગયા હતા. હળવે મને બધી રાજકાજ વગેરેની વાતો થઈ રહી હતી. ત્યાં ગુણસેને કહ્યું : “દેવી ! હવે આપણી ઉંમર થઈ. પુત્રોનો વિદ્યાભ્યાસ પણ હવે પૂરો થઈ ગયો છે અને લાગે છે હવે તેમના ઉપર જવાબદારી લાદવી જોઈએ અને તેમને સંસારી બનાવવા જોઈએ....” બરાબર છે. બંને દીકરા પણ હવે ઉંમરલાયક થયા છે. તેમના ને આપણા કુળને ચગ્ય એવી કન્યાઓની તપાસ આપણે કરવી જોઈએ.” ‘હું પણ એ જ વિચારું છું. આપણું રાજદૂતને વિવિધ દેશમાં મોકલી આપણું કૃળને અજવાળે તેવી કન્યાની તપાસ કરાઉ અને બંને પક્ષે બરાબર હોય ત્યાં તેઓના લગ્ન કરી નાંખ્યું.....” તો એમાં રાહ શી જવાની છે ? શુભસ્ય શીધ્રમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust