SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂની ગરવી વાણી 357 = ભવ્યાત્માઓ ! સુખ અને સંપત્તિ જોઈતા હોય, સૌન્દર્ય [અને સ્વાશ્ય જોઈતું હોય, શાંતિ અને આરામ જોઈતા હોય તે શુભ ભાવથી ધર્મનું સેવન કરે. જે ભવ્યાત્માઓ શ્રી જિનેશ્વર ભગવંતના વચનનો આદર કરે છે, તે તે પ્રમાણે તેનું પરિપાલન કરે છે, તેઓ આલાક ને પરલેકમાં અવશ્ય સુખી થાય છે. - માનવભવની મહત્તા સમજાવી આચાર્ય ભગવંતે વ્યાખ્યાનની સમાપ્તિ કરી. અને સર્વ મંગલ માંગલ્યમ સંભળાવ્યું. - આચાર્યશ્રીની વાણી પ્રભાવક હતી. તેમનું ચારિત્ર્ય એટલું બધું ઉત્કટ અને અણિશુદ્ધ હતુ કે તેમના શબ્દોમાં એક જાદુ ટપકતો હતો. તેઓ જે કંઈ બોલતા તેની શ્રોતા Eઉપર ધારી અસર થતી. તેમની વાણી શ્રોતાના હૈયા ઉપર જઈને અથડાતી અને શુભ ભાવનાને તે જગાડતી. ભીમસેન અને તેનો પરિવાર તે આચાર્યશ્રીની વાણી સુધાનું પાન કરી હર્ષોલષિત બની રહ્યા હતા. પળે પળે તેમના મુખારવિંદ ઉપર શુભ ભાવનાઓની ઝલક વર્તાતી હતી. આચાર્યશ્રીની મંગળ વાણીથી તેમના અનેક પરિતાપ ઉપશમ પામ્યા હતા. આચાર્યશ્રીના પ્રવચનની વધુ ઘેરી અસર તો હરિણ ઉપર થઈ તેનો ત્રાજુ આત્મા સંસારની અસારતા અનુભવવા લાગે. દેહની નશ્વરતાથી તેને આત્મા અવસ્થ બની રહ્યો. તે વિચારી રહ્યો: હવે શા માટે મારે આ સંસારમાં પડી રહેવું ? તેના માટે આ બધે પાપ ભાર વેઠવાને? અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy