SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ 336 | ભીમસેન ચરિત્ર પછી અન્ય મુનિ ભગવંતને ભાવપૂર્વક વંદના કરી. સૌને વંદના કર્યા બાદ બે હાથ જોડી વિનયથી આચાર્યશ્રીને વિનંતી કરવા લાગ્યા : ગુરુ ભગવંત ! આપના દર્શનથી મારે આજને દિવસ ધન્ય બની ગયું છે! આપ તે વિદ્વાન છે. ગીતાર્થ છો. શાસ્ત્રજ્ઞ છે. આપની અમૃતવાણીનું અમને પાન કરાવે. શ્રી વીર પરમાત્માનો અમને સંદેશ સુણા. સંસારના તાપથી સળગતા એવા અમને તમારી વાણી જળથી શાંત કરી. આચાર્યશ્રીને ભીમસેન અજ આત્મા લાગ્યો. ધર્મ પમાડવાનું તો તેમનું કર્તવ્ય હતું. તેમણે રાજાની વિનંતીને સહર્ષ સ્વીકાર કર્યો. અને નિર્દોષ આસન ઉપર બેસી, મુખ આડે મુહપત્તી રાખી તેમણે દેશના પ્રારંભ કર્યો. પ્રથમ પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કર્યું. તીર્થકર ભગવંતના સ્તુતિ કરી. ગુરુ ભગવંતની સ્તવના કરી અને વ્યાખ્યાનની શરૂઆત કરી : ભવ્યાત્માઓ ! ધર્મ અને અધર્મના વિવેકને જાણો. ધર્મથી રાજ્ય પ્રાપ્ત થાય છે. ધર્મથી ઉત્તમ ને ખાનદાન કુળમાં જન્મ થાય છે. ધર્મથી જ સુખ અને સાહ્યબી મળે છે. આરોગ્ય ધર્મથી જળવાઈ રહે છે. મનની શાંતિ અને આરામ ધર્મથી જ પ્રાપ્ત થાય છે. એ ધર્મનું અહોનિશ તમે આરાધન કરે.” : ભવ્ય ! યાદ રાખે કે એ ધર્મના પ્રભાવથી જ તમને આજ માનવ જન્મ મળે છે. આ માનવ જન્મ મેળવ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy