________________ ગુરૂની ગરવી વાણી 335 માટે ઉતાવળ કરવા લાગ્યો. અને ત્યાં ઊભેલા દ્વારપાળને મંત્રીને બોલાવી લાવવાની આજ્ઞા કરી. તેમજ હરિણ, દેવસેન, કેતુસેન, સુશીલા સૌને આ શુભ સમાચાર પહોંચાડવા જણાવ્યું. રાજ આજ્ઞા મળતાં જ મંત્રી ભીમસેનને પ્રણામ કરીને ઊભો રહ્યો. આપણી સેનાને તૈયાર કરાવો. હમણાં જ આપણે કુસુમશ્રી ઉદ્યાનમાં જવું છે. ત્યાં આચાર્ય ભગવંત શ્રી ધર્મઘોષસૂરિ મહારાજ પધાર્યા છે. તેમના દર્શન કરવા જવું છે. " “જેવી આપની આજ્ઞા.” મંત્રી રાજ આજ્ઞાનું પાલન કરવા ચાલ્યો ગયો. એટલીવારમાં તે હરિણ, દેવસેન, કેતુસેન અને મહારાણી સુશીલા પણ સુંદર વસ્ત્રોમાં સજજ થઈને આવી પહોંચ્યા. ભીમસેન પણ થોડીવારમાં સ્નાન વગેરે નિત્ય કર્મ પતાવી રાજપષાક પહેરીને તૈયાર થઈ ગયો. તે અને સેના સાથે ભીમસેન ગજરૂઢ થઈને કુસુમશ્રી ઉધાન તરફ જવા લાગ્યા. ઉદ્યાનથી થોડે દૂર પહોંચતાં જ પોતે ગજરાજ ઉપરથી નીચે ઉતરી ગયે. પિતાને રાજમુગુટ પણ ઉતારી કાઢ. ઉપાનહ પણ કાઢી નાખ્યા અને ઉઘાડા પગે આત્માનો ઉલ્લાસ અનુભવતો આચાર્યશ્રી પાસે સપરિવાર આવીને ઊભો રહ્યો. - સૌ પ્રથમ તેણે ભાવપૂર્વક આચાર્યશ્રીને પંચાંગ પ્રણિપાત પૂર્વક વંદના કરી. તેમની સુખશાતાદિ પૂછી. ત્યાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust