________________ ગુરૂની ગરવી વાણી 337 * પહેલાં જીવન ચોર્યાશી લાખ યોનીમાં ભટકવું પડયું છે. દરેક ભવે તેને જન્મ અને મરણનું દુઃખ સહન કરવું પડયું છે. ત્યારે કેક ભવના પુણ્ય બળે આજ તમને પાંચ ઇનિદ્રાથી યુકત એવું માનવ શરીર પ્રાપ્ત થયું છે. શાસ્ત્રકાર મહારાજાએ આ માનવ જનમને સમજાવતાં એક સુંદર દષ્ટાંત કહ્યું છે આ ભરતક્ષેત્રમાં વસંતપુર નામે એક નગર છે. ત્યાં એક સમયે શતાયુધ રાજા રાજ્ય કરતો હતો. આ રાજાને ચંદ્રાવતી નામે એક રા હતી. નામ પ્રમાણે જ તે શરદ પૂનમના ચંદ્ર જેવી સૌન્દર્યવતિ હતી. એક દિવસ આ ચંદ્રાવતી પોતાના મહેલના ઝરુખામાં ઊભી ઊભી રસ્તા ઉપર જતા આવતા માણસ, વાહનો વગેરેને જોતી હતી. ત્યાં તેની નજર દૂરથી આવતા એક યુવાન ઉપર પડી. યુવાન સહામણો ને સુંદર હતો. તેના કાળા ભમ્મર ને વાંકા ઝુલ્ફા જનારના ચિત્તને ખેંચી રાખે તેવાં હતાં. પડછંદ કાયા હતી. ભવ્ય લલાટ હતું. વિશાળ નેત્રો હતાં. આજાન બહુ હાથ હતા. અને વિશાળ છાતી હતી. તેની ચાલમાં એક છટા હતી. રૂવાબ હતો. સિંહ ગતીની જેમ તે ધીરે પણ મક્કમ પગલે રસ્તા ઉપર ચાલી રહ્યો હતો. ચંદ્રાવતી આ યુવાનને જોઈ જ રહી. તેની આંખ તેના ઉપર સ્થિર બની ગઈ. જેમ જેમ એ નજદીક આવતે ગયો, તેમ તેમ તેની છબી સ્પષ્ટ થતી ગઈ. જ્યારે એ ભી દિવસ સોન્ટયતિ લી. 22 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust