________________ 318 - ભીમસેન ચરિત્ર તું માણસનું માત્ર ધન જ લૂંટી નથી લેતું, પરંતુ તેઓની ઊંઘ અને ચેન પણ છીનવી લે છે અને તેઓને અકાળ મેત તરફ ધકેલી દે છે. ' - શાસ્ત્રકારોએ પણ ચેરીને વજર્ય ગણી છે. તેને મહા પાપ માન્યું છે. ચોરી કરનારને આ ભવ તો બગડે જ છે પણ તેનાથી તેના ભવાંતરેય બગડે છે. સુભદ્ર ! તું ચેરીને ત્યાગ કર. પ્રામાણિક જીવન જીવ. પરિશ્રમ કર. પરસેવો પાડ. તારી મહેનતથી તને જે કંઈ મળે તેમાં સંતોષ માન. અને નિર્દોષ જીવન ગાળ. મારા પ્રત્યે તને જે સાચી ભક્તિ હોય, તું મને ખરા અંતઃકરણથી સ્વામી તરીકે ભજતો હોય તો મારું આ વચન તું માન્ય રાખ. ‘તું ચેર મટી જા અને માનવ બન. અસત્યને છોડ અને સત્યને સાથ કર....” “રાજન ! આપની આજ્ઞા મને શીરોમાન્ય છે. આપ કહે તે કરવા હું તૈયાર છું, હુકમ કરે. પ્રાણાતે પણ તમારી આજ્ઞાનું પાલન કરીશ. " સુભદ્ર પસ્તાવાથી વિનમ્રભાવે કીધું. તો ચાલ મારી સાથે. હું તને રાજગૃહીમાં તારા રોગ્ય કામ આપીશ.” ભીમસેને સુભદ્રને સાથે લઈ લીધે. સુભદ્દે ફરી પ્રણામ કરી, ભીમસેનને ચરણસ્પર્શ કરીને કહ્યું : “આપ સૌની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું કે આજથી હું ચોરી કરીશ નહિ તેમજ કોઈ પાસે ચોરી કરાવીશ નહિ” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust