________________ 317. સાજન એ મને પિતાની એ જ જંગલ, એ જ રાત મને પાછળથી બધી વિગતની ખબર પડી કે તમારે, રાજગૃહી છોડી ભાગવું પડયું હતું. ત્યાર પછી મેં તમારી તપાસ કરાવી. પણ તમારે કયાંય પત્તો લાગ્યો નહિ. આથી મેં નક્કી કર્યું કે જ્યારે ત્યારે હું જ એ ઘરેણાં તમને પાછા આપીશ. આથી હું જ તમારી રાહ જોતો હતો અને જેરોજ તમારા સમાચાર મેળવવા પ્રયત્ન કરતો હતો. ત્યાં મને સમાચાર મળ્યા કે આપ સ્વયં અહીં પધારી રહ્યા છે અને રાતવાસો આ જંગલમાં કરી રહ્યા છે. આ ખુશખબર સાંભળતા જ હું આપની પાસે દોડી આવ્યો છું. “રાજન ! એ મારે મહાન અપરાધ છે. મને ક્ષમા કરે.” સુભદ્ર નિખાલસતાથી પોતાની બધી વાત જણાવી. ‘સુભદ્ર! તારી સત્ય પ્રિયતા અને મારા માટેની તારી લાગણી અને માનથી મને અનહદ આનંદ થયો છે. સાથે સાથે દુઃખ પણ તેટલું જ ભારે ભાર થયું છે.. તારું સ્વચ્છ હદય જોતાં તો લાગે છે કે તું ઘણો જ કામને માણસ છે, પરંતુ તું જે વ્યવસાય આજ કરી રહ્યો છે : તે ઘણો જ નીચ છે. પેટ ગુજારા માટે આ હલકે કરો એ તને શેભતો નથી. અને તને ખબર છે, ધન એ તો મહાપ્રાણ છે. તેના ચાલ્યા જવાથી માણસ નથી તે જીવી શકતો કે નથી તો મરી શકતો. તેના વિના રીબાઈ રીબાઈને મરે છે. આથી . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust