________________ 319 એ જ જગલ, એ જ રાત _ ‘શાબાશ ! સુભદ્ર! શાબાશ!” ભીમસેને સુભદ્રનો -પાંસો થાબડ અને તેને રાજગૃહી આવવા કહ્યું. = સુભદ્રે એ આજ્ઞાનો સ્વીકાર કર્યો અને ભીમસેનની સેના સાથે જ એ ભળી ગયે. બીજી સવારે સેનાએ ફરી કૂચનો પ્રારંભ કર્યો. મંઝીલ હવે નજદીક હતી. બે ત્રણ દિવસમાં તે સૌ રાજગૃહી પહોંચી જવાના હતા. સૌના ઉત્સાહને પાર નહોતો. - યુદ્ધ થશે કે નહિ તે કોઈને ખબર ન હતી. છતાંય યુદ્ધ થાય તો પણ ન્યાય માટે લડી લેવાની સૌની તૈયારી હતી. એ માટેની સઘળી તૈયારી સાથે જ સૌ આગળ વધી રહ્યા હતા. ભીમસેન આ અંગે તટસ્થ હતો. તેને શ્રદ્ધા હતી. લડાઈ નહિ કરવી પડે. યુદ્ધની નોબત વાગશે જ નહિ. પિતા સામે તલવાર નહિ ઉપાડે. એ તો સામે આવીને ગળે જ ભેટશે. ઘણા સમયે પોતાનો ભાઈ જોવા મળશે. એ વિચારથી તનું હિયું આનંદ અનુભવતું હતું. અને એ આનંદ ને ઉ૯લાસમાં, પ્રેમ અને મમતાના વિચારમાં જ એ રાજગૃહી તરફ જઈ રહ્યો હતો. P.P. Ac. Gunratnasuri M.S. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust