________________ 304 ભીમસેન ચરિત્ર વધુ જોરથી રડવા લાગી. ને વધુ જોરથી છાતી કૂટવા લાગી. જમીન સાથે માથું પણ પછાડવા લાગી. “ના 27 બેન ના રડ. તું મને તારું દુઃખ કહે. શા માટે તું આમ શેક કરી રહી છે તેનું કારણ કહે. હું તને મારાથી બનતી તમામ મદદ કરીશ. તું મને તારા શુભ હિતચિંતક માન. અને તારી સઘળી વાત મને જણાવ.' અરેરે ! હું તે લુંટાઈ ગઈ રે ! હવે મારું શું થશે રે!....હ કયાં જઈશ રે !...મારે તો ભવ બગડી ગ રે !.... હે ભગવાન ! તને આ શું સૂઝયું રે !.." યુવતીએ ભીમસેનને કઈ જવાબ આપવાને બદલે રડવાનું ચાલુ જ રાખ્યું. કોણે તને લૂંટી લીધી ? કોણે તારે ભવ બગાડ? બેન! જે હોય તે મને સ્પષ્ટ કહે. મારાથી તારું આ રુદન સહન નથી થતું. તું હવે રડવાનું બંધ કર. સ્વસ્થ બન. અને મારા પર શ્રદ્ધા રાખી તું તારી વિતક કથા મને કહે.' ભીમસેને ખૂબ જ લાગણીભર્યા સ્વરે કહ્યું. તમને હું મારું દુઃખ કેવી રીતે કહું? તમને હું ઓળખતી પણ નથી. અજાણ્યાને મારી વેદના કહેવાથી શું વળે ? અરેરે ! હવે મારું શું થશે ? " યુવતીએ પોતાની વેદના કહેતાં કહેતાં ફરી રડવા માંડયું. “બેન ! હું રાજગૃહીને નરેશ ભીમસેન છું. મારા પર વિશ્વાસ રાખ. અને તારા દુઃખની વાત મને કરે. મારાથી બનતી તમામ મદદ કરી હું તારું દુઃખ દૂર કરીશ.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust