________________ દેવને પરાભવ 303 | કઈ વેદને તેને આમ આંસુ પડાવતી હશે?” ભીમસેનના દયાળુ મને એક પછી એક પ્રશ્નો ઊભા કર્યા. પથારીમાંથી ઊભા થઈ તરત જ તેણે અવાજની દિશા તરફ કાન માંડયા. અવાજની કરુણું તેના અંતરને સ્પર્શી ગઈ. તાબડતોબ ક ય વિચાર કર્યા વિના એણે એ દિશા તરફ ચાલવા માંડ્યું. જેમ જેમ એ સ્વરની દિશા તરફ આગળ વધતો ગયે, તેમ તેમ એ વરમાં શેકની ઘેરાશ વધુ ને વધુ તીવ્ર બનતી ગઈ. ભીમસેને ઝડપ કરી. ઉતાવળથી એ અવાજ જ્યાંથી આવતો હતો ત્યાં આવી ઊભો રહ્યો. ભીમસેને ત્યાં આવીને જોયું તો એક સુંદર ને સ્વરૂપવાન યુવતી છાતી ફાટ રડી રહી હતી. તેની આંખોમાંથી ચોધાર આંસુ દદડી રહ્યાં હતાં. તેના દેહનું સૌન્દર્ય તે એટલું બધું ઝગારા મારતું હતું, કે એ અંધારી રાતે પણ તેને દેહ સૌન્દર્ય દીપિકા જેવો લાગતો હતે. માથાના વાળ છુટા કરી ને છાતી પર હાથ પછાડી પછાડી તે રડી રહી હતી. દશ્ય તે ખરેખર દિલને અનુકંપા જગાડે એવું હતું. ભીમસેનનું હૃદક આદ્ર બન્યું. યુવતીથી થોડે દૂર ઊભા રહી મમતાભર્યા અવાજે પૂછયું : હે બેન ! તું આમ મધરાતે શા માટે વિલાપ કરી રહી છે? અને તું કોણ છે?” . ભીમસેનને જવાબ આપવાને બદલે તે એ યુવતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust