________________ દેવનો પરાભવ 305 પોતાની સામે રાજગૃહીને નરેશ ભીમસેન ઊભે છે એ સાંભળતાં જ યુવતિએ રડવાનું બંધ કરી દીધું. પોતાના છૂટા મૂકેલા વાળને એક જ ઝાટકે પિતાની પીઠ ઉપર નાંખી દીધા. આંસુ લુછી નાંખ્યા. અને ગદગદ કંઠે ભીમસેનને કહેવા લાગી : “હે નરેશ ! મારા દુઃખનો પાર નથી. હું તે ભરયૌવને લૂંટાઈ ગઈ છું. કર વિધાતાએ મારી સાથે ખૂબ જ ફિર રમત ખેલી છે. અને તેમાં હું મારી બાજી સાવ જ હારી ગઈ છું. હવે તે હે કૃપાળ ! તમે જ મારો ઉદ્ધાર કરો! તમે જ મારી જિંદગી અને જવાનીને બચાવી લો ! તમારે ઉપકાર હું જનમો જનમ નહિ વિસરું.” પણ બેન ! તું તારા દુઃખની કંઈ ખુલાસાથી તો વાત કર. તારી આ વાતથી મને શી ખબર પડે કે તને શું દુઃખ છે? માટે બેન ! મને તું તારી પૂરેપૂરી હકીકતની જાણ કર.” ભીમસેને કીધું. હે કરુણાસિંધુ! હું વિદ્યાધર કન્યા છું. વૈતાઢય પર્વત ઉપર વિજય નામનું નગર છે. ત્યાં મારા પિતા મણિચૂડ રાજય કરે છે. મારી માનું નામ વિમલા છે. અને તેમની હું ગુણસુંદરી પુત્રી છું. મારી યૌવન અવસ્થા થતા મારા પિતાએ મારુ પાણિગ્રહણ કુસુમપુર નગરમાં આવેલા ચિત્રગ વિદ્યાધર સાથે કર્યું. આ પાણિગ્રહણ સ્વયંવરથી મેં કર્યું હતું.. 20 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust