________________ 284 ભીમસેન ચરિત્ર ડતરને થઈ હતી. ભીમસેને બને ત્યાં સુધી જાતે તે ડતર કરવા માડયું. રાજકુમારો માટે શસ્ત્રોની તાલિમ અનિવાર્ય ગણાય. ભીમસેને એ તાલિમ પોતે આપવા માંડી. અન્ય વિષ માટે જોને રાજમહેલમાં તેડડ્યા. બંનેએ ભેગા મળી રાજગૃહીને માવી રાજવીઓનું ઘડતર કરવા માંડયું. | દેવસેન અને કેતુસેન બંને ચપળ અને હોંશીયાર હતા. યાન રાખીને પિતાને જે પાઠ ને દાવ બતાવવામાં આવતો તે તૈયાર કરતા. ખૂબ જ મન લગાવીને તેઓ પોતાના જીવનનું શાસ્ત્રીય ઘડતર કરી રહ્યા હતા. - સંતાનના વિકાસને જોઈ ભીમસેન અને સુશીલા બંને હર્ષ પામી રહ્યાં હતાં. અને આ સઘળે ધર્મનો પ્રભાવ છે તેમ સમજી યથાશક્તિ ધર્મધ્યાન પણ કરતાં હતાં. જોત જોતામાં તો બંને કુમારો બોતેર કળામાં પ્રવીણ બની ગયા. વ્યાયામ અને શાસ્ત્રની તાલિમથી તેમનાં શરીર પિલાદી બની ગયાં. તેઓ ચાલતા ત્યારે તેમના પડછંદ શરીરના પડછાયા પણ ઘડીભર જોઈ રહે તેમ મન થતું હતું. અને પૂર્ણ બ્રહ્મચર્યના પાલનથી તેમના મુખારવિંદ ઉપર એક આભા પ્રગટતી હતી. જે જોનારને પિતા તરફ ખેંચી ' રાખતી હતી. તાલીમના અરસામાં દેવસેન અને કેતુસેને જાણી લીધું હતું કે તેઓ રાજગૃહીના ભાવી વારસદારે છે. પિતાના કાકાએ કાકીની ચડવણીથી પોતાના પિતાને રાતોરાત રાજથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust