SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ સજે શસ્ત્ર શણગાર 285 દૂર ભગાડ્યા હતા. જેમ જેમ તેઓ તાલીમ પામતા ગયા તેમ તેમ તેમનો વિચાર દઢ થતે ગ, કે પોતે રાજગૃહી પાછી મેળવીને જ જંપશે. અન્યાયનો પિતે પ્રતિકાર કરશે ને ન્યાયનું શાસન ત્યાં સ્થાપશે. હવે તાલીમ પૂરી થઈ ગઈ હતી. કંઈ શીખવાનું બાકી નહોતું રહેતું. દેહ અને મનનું ઘડતર પૂરું થયું હતું. તેમનું મન હવે રાજગૃહી પાછી મેળવવા તલપાપડ બની રહ્યું હતું. પિતાજી ! આપ અનુજ્ઞા આપિ તો અમે રાજગૃહ ઉપર ચડાઈ કરીએ.” દેવસેને એક સમયે કહ્યું. દેવસેન ! તારી મહત્વાકાંક્ષા હું સમજું છું. પણ આપણે ઉતાવળ નથી કરવી. પહેલાં આપણે ત્યાંના ખબર મેળવી લઈએ. એ પછી જે કરવું હશે તે કરીશું.” તો આપ આજે જ આપણા ગુપ્તચરને ત્યાં મોકલો. અમારાથી હવે ધીરજ ધરાતી નથી. ઘણો સમય કાકાને અન્યાય સહન કર્યો. અમારે ન્યાય જોઈએ છે ને એ ન્યાય કરાવીને જ અમે જપીશું. કેમ કેતુસેન ! તારું શું કહેવું છે?” દેવસેનની સાથે જ કેતુસેન પિતાની વાત કહેવા આવ્યા હતા. આથી તેને વિચાર દેવસેને પૂછ. મારું પણ એ જ કહેવું છે પિતાજી ! અન્યાય કરનાર તો ગુનેગાર છે જ. પણ તેને દીનભાવે સહન કરનાર પણ તેટલે જ ગુનેગાર છે.” કેતુસેને દેવસેનની વાતને ટેકો આપે. એમ જ થશે દીકરાઓ ! એમ જ થશે. આપણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy