________________ સજો શસ્ત્ર શણગાર 283 ડાઘને દેવા માટે તો ન જાણે કેટલાય ભવો કરવા પડશે, માટે શેઠ! આત્માને ઉજળો રાખજે.” વિદાય આપતાં ભીમસેને. શેઠને કહ્યું. શેઠે ભીમસેનની સલાહને શીરામાન્ય કરી અને લળી લળીને પ્રણામ કરી ત્યાંથી વિદાય લીધી. અરિજય તો ભીમસેનની આ માનવતા ને કરુણ જોઈ આભો જ બની ગયા. પિતાના ભાણેજમાં આવા ઉત્તમ ગુણોને વાસ છે, તે જોઈ તેની છાતી હર્ષથી ફુલાવા લાગી. છ એક દિવસ મામા-ભાણેજ સાથે રહ્યા. એ દિવસોમાં બંનેએ ખૂબ ખૂબ વિચારોની આપ-લે કરી. અરિજચે ભીમસેનના બાળકોને પેટભરીને રમાડયા અને તેમને અનેક પ્રકારનાં સેનાનાં રમકડાં વગેરે અપાવ્યાં. ભાણેજ વહુને પણ ગ્ય ભેટ આપી. - વિદાય વેળાએ કહ્યું “ભીમસેન ! જ્યારે પણ તને કંઈ જરૂર પડે તો મને સંદેશો મોકલજે. તરત જ તેને અમલ કરીશ. તું હવે જરાય મુંઝાઈશ નહિ. અને જ્યારે તું રાજગૃહે જવા નીકળે ત્યારે મને જરૂરથી ખબર કરજે.' * : ભીમસેને વિદાય થતાં મામાને પ્રણામ કર્યા. મામાએ તેના મસ્તક ઉપર હાથ મૂકી આશીર્વાદ આપ્યા : “સુખી થા. તારું કલ્યાણ થાય.” ભીમસેને એ પછી પિતાનું સઘળું ચિત્ત દેવસેન અને કેતુસેનની કેળવણીમાં લગાડયું. બંનેની ઉંમર હવે જીવન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust