________________ 240 ભીમસેન ચરિત્ર અને અલગ રખાવી. થોડે સુધી તેઓ ગયા હશે ત્યાં જ સુભટે પાછા ફર્યા. ‘તમે સૌ અહી કેમ પાછા આવ્યા ?" વિજયસેને પૂછયું. મહારાજાધિરાજ રાણીમા અને કુમારને તો ભદ્રા શેઠાણીએ માર મારીને હાંકી કાઢયા છે. તેઓ જે ઝુંપડીમાં રહેતાં હતાં એ ઝુંપડીને પણ તેણે આગ ચાંપી દીધી છે. અત્યારે તેઓ કયાં છે તેની કોઈને ત્યાં ખબર નથી.” સુભટના અગ્રેસરે કીધું. આ સાંભળતાં જ ભીમસેનના હૈયા પર વીજળી તૂટી પડી. તેના મોંમાંથી ચીસ નીકળી ગઈ. સુશીલા અમંગળ સમાચારથી તેનું હૈયું બેસી ગયું. તેને મૂછ આવી ગઈ. ધબૂ દઈ એ ધરતી ઉપર ઢળી પડશે. ભીમસેન ધરતી ઉપર પછડાય તે પહેલાં જ વિજયસેને ભીમસેનને પિતાના હાથમાં ઝીલી લીધો. અને પોતાના ખેળામાં સુવાડી તેને પોતે જ પવન નાંખવા લાગ્યા. આ જોઈ સુભટો પણ હાંફળા ફાંફળા થઈ ગયા. અને તરત જ જળ લાવી ભીમસેન ઉપર હળવે હળવે છાંટવા લાગ્યા. શીતળ જળ ને ઠંડી હવાના સ્પર્શથી ભીમસેનની મૂર્ણ ડીવારે ઉતરી ગઈ. તેના શરીરમાં થોડા ચેતનને સંચાર થયો. તેણે આંખ ખોલી. ભીમસેન ! તમે સ્વસ્થ બનો. રાણમાં અને બાળકોને આપણે હમણાં જ શોધી કાઢીશ. મેં બધા જ સુભટોને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust