________________ 24. ભાગ્ય પલટે. તેમની શોધ માટે મોકલી દીધા છે. તમે ધીરજ ધરે. ડી જ વારમાં એ સૌનું આપણને મિલન થશે.” ના, વિજયસેન ! ના. હું જરાય ધીરજ ધરી શકું તેમ નથી. મારું અંતર એ સૌને મળવા અધીરું બની ગયું છે. આહ! એ બિચારાઓ અત્યારે કયાં હશે ? કેવી રીતે રહેતાં હશે ? નહિ. હું પોતે જ તેમની શોધ માટે જઈશ.” એમ કહી ભીમસેન ઊભો થયો. ‘હું પણ આપની સાથે આવું છું. ચાલ આપણે બંને સાથે મળીને તેમની તપાસ કરીએ.' વિજયસેને લાગણી ભર્યા અવાજે કીધું. - અનેક સુભટના રસાલા સાથે આ બંને રાજવીએ સુશીલાની શોધમાં ભમવા લાગ્યા. બીજા અનેક સુભટ નગરમાં ઘૂમી રહ્યા હતા. આથી આ બધા નગર બહાર શોધ કરવા લાગ્યા. - ભમતાં ભમતાં સૌ નગરના કિલ્લા આગળ આવ્યા. ભીમસેન અને વિજયસેન ઝીણી નજરે કિલ્લાની એક એક જગ્યા તપાસી રહ્યા હતા. ઘણીવાર સુધી કિલ્લાની આસપાસ સૌ રખડ્યા. કયાંય પત્તો ન લાગ્યું. ત્યાં ઈટ ને ધૂળ સિવાય કોઈની વસ્તી ન હતી. છતાંય સૌએ શોધ જારી રાખી. ત્યાં બાળકના રડવાનો અવાજ સંભળા. ભીમસેને એ અવાજ ઓળખી કાઢયે. તે હર્ષથી બોલી ઊઠો : “વિજયસેન ! વિજયસેન ! કુમારે મળી ગયા. જુઓ પહણે કેતુસેનના રડવાનો અવાજ સંભળાય છે.” ભી. 16 : ...Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust