________________ ભાગ્ય 5 239 - સુભટોના ગયા બાદ વિજયસેને પ્રેમથી કહ્યું : રાજગૃહી નરેશ ભીમસેન ! જુઓ આપના આગમનના આનંદથી અશ્વો પણ હણહણાટ કરી રહ્યા છે. પધારો ! અશ્વારૂઢ બને અને મારા રાજમહેલને પાવન કરે. " * “વિજયસેન ! જ્યાં મારે સંસાર દુઃખમાં સબડતો હોય, ત્યાં મને આવાં સુખ ન શોભે. મારા બાળકે ભેય પથારી કરીને આળોટતાં હોય, ત્યારે મને મખમલની શય્યાને આરામ ન શોભે. જ્યારે મારી પત્ની ઉઘાડા પગે લોકોના ઘરે મજૂરી કરીને થાકીને લેથ બની જતી હોય, ત્યારે મને આ અવની સવારી ન લે. તમારા ઈજનને હું સ્વીકાર કરું છું. પણ હું અવારૂઢ નહિ બની શકું. એ માટે તમે મને ક્ષમા કરો.” ભીમસેને અંતરની વેદના ઠાલવતાં કહ્યું. આપની વાત યથાર્થ છે. પણ હવે આપનું દુઃખ ગયું સમજે. એ કાળ તમારો વીતી ગયે. હવે સુખનો દિવસ ઉગ્યો છે. સુભટે રાણું સુશીલાને લેવા ગયા છે. તેઓ તેમને લઈને સીધા જ રાજમહેલ જશે. માટે પધારે આપણે સો પગપાળા ત્યાં જલદી પહોંચી જઈએ.” વિજયસેને ભીમસેનની વાતનો સ્વીકાર કર્યો. બંને રાજવીઓ ચાલવા લાગ્યા. ત્યાં આકાશમાં દેવવાણી = થઈ: ‘અહીં જે સુવર્ણ મહેરો પડેલી છે, તે તમામ ભીમસેન મહારાજાની છે. કોઈએ ભૂલથી પણ તેને લઈ જવી નહિ. = એમ જેઓ કરશે તેનું મસ્તક ધડથી અલગ થઈ જશે. " વિજયસેને તરત જ એ સોનામહોરે ભેગી કરાવી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust