________________ 229 રહી છે આચાર્યશ્રીને આત્મસ્પર્શ કરશે, તે મહાઉપકાર થશે. આચાર્યશ્રીને ગૌચરી માટે જતાં જોઈ ભીમસેને પ્રાર્થના કરી. કહો રાજન! શું પ્રાર્થના છે ?' ગુરુદેવ ! હું મારા ને સિદ્ધાત્મા માટે નિર્દોષ એવું ભેજન લઈ આવ્યો છું. નિરાશાને લઈ મેં એ ભજનને સ્પર્શ પણ કર્યો નથી. આપને ખપે એવી એ વાનગીઓ છે. ગૌચરીનો લાભ મને આપશે તે મારે ભવ સાર્થક બની જશે.” અંતરની ઉભરાતી ભાવનાથી ભીમસેને આગ્રહ કર્યો. - આચાર્ય ભગવંતે ધર્મલાભ આપ્યા. આત્મભાવના રેડીને ભીમસેને પૂજ્ય આચાર્યશ્રીને ગૌચરી વહરાવી. તે વહેરાવતાં તેની આંખોમાં આનંદનાં આંસુ દદડી ઊઠયાં, તેનું હૈયું શુભ ભાવનાથી વિભેર બની ગયું. આચાર્યશ્રીએ ગૌચરી વહોરી ને ધર્મલાભ આપ્યા. એ જ સમયે નીલ ગગનમાં દેવદુભિ ગૂંજી ઊઠી. = દેવવિમાનમાંથી દેવતાઓએ પારિજાતક પુપની વૃષ્ટિ કરી. સુગંધી જળની રીમઝીમ વર્ષા કરી. દિવ્ય વસ્ત્રોનો વરસાદ _કર્યો. સુવર્ણ મહોરની વૃષ્ટિ કરી અને બુલંદ સ્વરે “અહો દાન! અહે દાન !”ના ઘેષપૂર્વક ધર્મઘોષસૂરિ મહારાજને જયનાદ કર્યો અને ધરતી ઉપર આવીને એ સૌ દેવ-દેવીઓએ _વિધિપૂર્વક આચાર્ય ભગવંતને વંદના કરી. ભીમસેનની તેને સુપાત્ર દાન માટે પ્રશંસા કરી અને મૂલ્યવાન વસ્ત્રો તેમજ અલંકારોથી તેની ઉત્તમ ભકિત કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust