________________ 2280 ભીમસેન ચરિત્ર તું દેહ નથી. તું આત્મા છે. દુઃખ તો દેહના હોય. આત્માને દુઃખ ન હોય. સાવધ બન રાજન ! સાવધ બન. મનની નિર્બળતા ખંખેરી નાખ. આત્મવીર્યને ફોરવ અને મળેલા આ માનવ જન્મને સુકૃત્યોથી સાર્થક કર......” આચાર્ય ભગવંતની મંગળ અને મંજુલ વાણી સાંભળી ભીમસેનના સઘળાય પરિતાપ શાંત પડી ગયા. મનની તમામ દુર્બળતાઓ ને નિરાશાએ ભસ્મીભૂત થઈ ગઈ. તેનો આત્મા ચૌતન્ય અનુભવવા લાગ્યો. દુઃખથી થાકેલી કાયામાં તાઝગીને સંચાર થશે. ગદગદ કંઠે તે બોલ્યો : “ગુરુદેવ! આજ મારો જન્મ સફળ થઈ ગયે. આપના દર્શન માત્રથી આજ મારાં સઘળાં દુઃખ દૂર થઈ ગયા હોય એમ લાગે છે. આપનું કહેવું યથાર્થ છે. સુખ ને દુઃખ કર્માધીન છે, જીવનનો અકાળે અંત લાવી દેવાથી કર્મની સત્તામાંથી છટકી નથી શકાતું. મનની દુર્બળતાને લઈ હું ઘણું જ મહાપાતક કરવા તૈયાર થર્યો હતો. આપે મને સવેળાએ ઉગારી લીધો. ધન્યવાદ! ગુરૂદેવ ! ધન્યવાદ! મારા આપને શત કોટિ કોટિ પ્રણામ....” ભીમસેને ફરી પંચાંગ પ્રણિપાતપૂર્વક વંદના કરી. રાજન ! તારા આત્મધર્મને ભૂલીશ નહિ. તેનું યથાર્થ આરાધન કરજે.' એમ અંતિમ ઉપદેશ આપી. આચાર્ય ભગવંતે ગૌચરી જવા માટે પગ ઉપાડયા. ગુરુદેવ! મારી એક નમ્ર વિનંતીને આપ સ્વીકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust