SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ 230 ભીમસેન ચરિત્ર ખરેખર આ માનવભવ ઉત્તમ છે. મેક્ષમાં લઈ જનાર આ જ એક માત્ર જન્મ છે. મહામાનવ ભીમસેનને જય હો.” એમ જયનાદ કરી દેવતા એ અદશ્ય થઈ ગયા. દેવદુભિનો કર્ણપ્રિય અવાજ સાંભળીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના પ્રજાજને કુતૂહલ અનુભવવા લાગ્યા. આ નાદ 88 રાજદરબારમાં પણ પહોંચે. નગરનરેશ વિજયસેન તરત જ રાજકાજ છેડીને ઊભે થશે. જૈન ધર્મને શ્રદ્ધાળુ અને જ્ઞાતા હતો એ. તેણે માની લીધું, આ કઈ માનવના વાજિંત્રનો અવાજ નથી. દે દિર્દ ભિ વગાડે છે. જરૂર કોઈ પુણ્યશાળી આત્માએ મહા પુણ્ય પ્રાપ્ત કર્યું લાગે છે. કેણ હશે એ પુણ્યાત્મા? કે તેના માનવભવને ઉજાજો હશે? ' આવા કંઈ કંઈ વિચાર કરતે વિજયસેન તેના રાજશાહી રસાલા સાથે દુભિના અવાજની દિશા તરફ આવવા નીકળે. દૂરથી શ્રમણ ભગવંતને જોતાં તે અશ્વ ઉપરથી નીચે ઉતર્યો મુગટ કાઢી નાખે. શસ્ત્રાસ્ત્ર બાજુ પર મૂકયાં ને ઉઘાડા પગે શ્રમણ દર્શનની ઉત્કટતા અનુભવતો શ્રી ધર્મઘોષસૂરિ મહારાજ પાસે આવ્યો. સાથે સાથે નગરજનો પણ આવ્યા. . જોતજોતામાં તે નગરના પાદરમાં સારી એવી મેદની જમા થઈ ગઈ. આ વડલાની છાયા તળે પૂજ્ય આચાર્ય ભગવંતે ધર્મદેશનાનો પ્રારંભ કર્યો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy