________________ 194 ભીમસેન ચરિત્ર હરિને વધ કર્યો, પાંડવોએ જુગારમાં સાહસ કરી દ્રૌપદીને હોડમાં મૂકી–આ બધાએ જ પાછળથી શું હાંસલ કર્યુ ? પાછળથી ખૂબ જ પસ્તાયા. માટે ભાઈ ! સૌએ સારાસારને વિવેક કરીને જ કામ કરવાં જોઈએ. અને દુઃખ તો કોને નથી પડ્યાં? ભલભલા ચક્રવતીઓ, અરે ! ખૂદ તીર્થકર ભગવંતોને પણ દુઃખની આગમાંથી પસાર થવું પડયું છે. તો તારા મારા જેવાની તો શું વિસાત? સુખ-દુઃખનું ચક્ર તો નિરંતર ઘૂમતું જ રહે છે. કદી દુઃખ તો કદી સુખ. જેવા કર્મો તેવાં તેનાં ફળ. શુભ કર્મનાં શુભ ફળ અને અશુભકર્મનાં અશુભ ફળ. આ તો શાશ્વત નિયમ છે. માટે હે ભવ્યાત્મા ! તું સમભાવ ધારણ કર. તારા દુઃખથી દુઃખી ન બને. એ પણ તારા જ કઈ અશુભ કર્મોનું પરિણામ છે તેમ સમજ. અને સહિષ્ણુ બન. શાંતિ રાખ. ઉતાવળો ન થા. પુણ્ય પ્રગટશે ત્યારે આ દુઃખને પણ અંત આવશે.” ભીમસેનને આટલું લાંબું સહૃદયી આશ્વાસન આપી શેઠ શાંત થયા. ભીમસેને ઘણા સમયથી આવા દયાળ આત્માનો અવાજ સાંભળ્યો ન હતે. આવા શાસ્ત્રના પ્રેરક ને શાતાદાયક વચને પણ સાંભળ્યાં ન હતાં. રાજગૃહ છોડયા પછી તેને બધી જગાએથી જાકારે જ મળે હતો. લક્ષમીપતિ શેઠે કટુ વચને સ્ત્રના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust