________________ મોત પણ ન આવ્યું 195 સંભળાવ્યાં હતાં. ધનસાર શેઠે તેને જુઠો પાડો હતો. અરિજય અને જિતશત્રુએ તેને નિરાશ કર્યો હતો. આ બધાના લીધે તેનું અંતર ઘણું જ સંતપ્ત હતું. અપમાનની જવાળાએથી તેનું હિયુ ધખતું હતું. શેઠના આ શબ્દોથી તેને સળગતા જિગરને ટાઢક થઈ. કેઈ સ્વજન મળ્યું હોય એવો તેના અંતરે ભાવ અનુભવ્યો. દુઃખનાં વાદળ તેને વિખેરાતાં લાગ્યાં. નિરાશાનો અંધકાર ભેદતો લાગ્યું. તેણે શેઠને કીધું “શેઠજી ! આપના પ્રેરક વચનથી મારા દિલને ઘણી શાતા મળી છે. પરંતુ એ શાતા કાયમ કેવી રીતે ટકે ? જે દુઃખ છે, તે તે આ ગરીબાઈનું છે. ભૂખમરા અને રઝળપાટનું છે. જીવન ગુજારા જેટલું ય જે ડું મળે, તો સંતોષથી જીવી શકાય. આપ મને એવું કંઈ કામ ન આપો ? એટલે ઉપકાર તમે મારા ઉપર ન કરો ? આપનો ઉપકાર હું કદી નહિ ભૂલું. અને આપ જે બતાવશે તે તમામ કામ કરીશ. . . ' ' T “ભાઈ ! મારી શક્તિ હોવા છતાં પણ જે હું તારા માટે કંઈ ન કરી શકું તે મારું જીવ્યું ધૂળ જ થાય ને ? - તને જરૂરથી કામ આપીશ. જે અમે પણ ધન કમાવવા _નીકળ્યા છીએ. અહીંથી ઘણે દૂર એક રેહણાચલ પર્વત છે. ત્યાં આગળ ઘણી બધી ખાણો છે. એ ખાણેમાં રાજાઓના - મુકુટમાં શોભતાં રત્ન છે. સૌન્દર્યવતી નારીઓના ગળામાં શોભતા નવલખા હાર માટેના હીરાઓ છે. પન્ના છે. મેતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust