________________ મેત પણ ન આવ્યું 187 છે. માનવી તેથી ત્રાહ્ય ત્રાહ્ય પોકારી જાય છે. તેનાથી ગભરાઈને, ત્રાસીને, અકળાઈને તેનાથી છૂટવા આત્મહત્યા કરવા તૈયાર થાય છે. ન જાણે જીવનને એક ઝાટકે કાપી નાંખવાનું પોતાના હાથમાં ન હોય, એમ તે પ્રયત્ન કરે છે. ઘાસલેટ છાંટે છે, વિષ ઘળે છે, ખૂબ ઊંચેથી પડતું મૂકે છે, કૂવે પૂરે છે, જીભ કચરે છે. ચાલતી ગાડીએ પડતું મૂકે છે. આવા હજાર હજાર પ્રયત્ન માનવી દુઃખથી ત્રાસીને કરે છે. પણ માંગ્યું મોત જે મળતું હોય અને દુઃખમાંથી છુટકારો મળી જતો હોય તે તે જોઈએ ? તે તે દુનિયામાં બધા સુખી જ માણસે ન વસતા હોત? ભીમસેને પણ મત માંગી લીધું હતું. દુઃખથી કાયમ માટે છુટકારો મેળવી લેવા ગળે ફાંસ નાંખીને મોતની રાહ જેતો હતો. પણ માંગ્યું મોત કેઈને ય મળ્યું છે? તે ભીમસેનને મળે ? એ જ સમયે એક શેઠ ત્યાં પડાવ નાંખીને પડયા હતા. તેમના પડાવ પાસે તાપણું ભડભડ સળગી રહ્યું હતું. ઠંડી સખ્ત હતી અને સૌ તેની ગરમીથી રાહત અનુભવી રહ્યા હતા. તાપણુની અગ્નિશીખાથી ચારે બાજુ અજવાળું જણાતું હતું. એ અજવાળામાં શેઠની નજર ભીમસેન તરફ ગઈ તેમણે દૂરથી જોયું. એક માનવી ગળે ફાંસે નાખી પોતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust