________________ 188 ભીમસેન ચરિત્ર જીવનનો અંત આણી રહ્યો છે. ઘડીને ય વિલંબ કર્યા વિના તલવાર લઈને દોડયા. તેમનું હૈયું કરુણાથી : દ્રવી રહ્યું હતું. દૃશ્ય જ એવું હતું કે સહૃદય આત્માનું અંતર પીગળી ઊઠે, રડી ઊઠે. : : ' ' ' * શેડ તે જૈન ધર્મના ચુસ્ત અનુયાયી હતા. તેમનું અહિંસક હૃદય એ દશ્ય જીરવી ન શકયું. વેગથી દોડતા એ ભીમસેન પાસે આવી પહોંચ્યાં ને તરત જ તલવારના એક જ ઘાથી વડવાઈનો પાશ કાપી નાંખ્યો. અને ભીમસેનને પડતો ઝીલી લીધે. નીચે સંભાળથી તેને મૂકી ગળાના ફાંસાને કાઢી નાંખ્યો અને ભીમસેનને પવન નાંખવા લાગ્યા. એટલામાં તો શેડના બીજા સાથીદારે પણ ત્યાં આવી પહોંચ્યા. અને એક માણસને આમ ભરજુવાનીમાં આપધાત કરતા જોઈ અરેરાટી અનુભવવા લાગ્યા. ફાસ એટલે ફસે. એ તે તેનું કામ કરે છે. એ જડને થોડી બુદ્ધિ હોય છે, કે એ વિચાર કરે, કે આ માણસને મારી નંખાય અને પેલા માણસને ન મારી નંખાય. એ તે તેના સ્વભાવ પ્રમાણે કામ કરે જ. . ફાંસે ખાવાથી ભીમસેનનો શ્વાસ રૂંધાવા લાગ્યા. નાડીઓ તૂટવા લાગી. ગળુ સંકેચાઈ ગયું. આંખના ડેળા ચકર વકર ઘૂમવા લાગ્યા. કપાળની નસે તંગ બનીને સૂઝ ગઈ. માથાના વાળ ઊભા થઈ ગયા. હાથ ઢીલા પડી ગયા. છાતીમાં ગુંગળામણ થવા લાગી. પરંતુ ભીમસેને આ કશાયની પરવા ન કરી. કારણ તેને મન આ થોડી જ પળેનું દુઃખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust