________________ 158 ભીમસેન ચરિત્ર ગયે. તેનું હૈયું ભારે બની ગયું. તેનું મન વિષાદ અનુભવવા લાગ્યું: અરેરે ! એ ભાગ્ય ! તું કેટલું બધું નિય છે ? તારે મને દુઃખ જ આપવું છે, તો હવે મને મેત જ આપ ને ! મૃત્યુનું દુઃખ તો ઘણું અસહ્ય અને ભારે કહ્યું છે. તે તું હવે મને એવું મહાદુઃખ જ આપ. પણ મને આમ વારંવાર નિરાશ ને હતાશ કરી રીબાવ ના. એ મારાથી સહન નથી થતું.” મારું એ સૌભાગ્ય છે કે મને મનુષ્યભવ મળ્યો છે. પૂર્વભવે કંઈ સુકૃત કર્યા હશે, તે મને રાજ મળ્યું. રાજશૈભવ ને રાજસાહ્યબી મળી. અને હું પૂરેપૂરી પ્રામાણિકતાથી કહું છું, કે આજ સુધી મેં જરાય નીતિ અને ન્યાયનું ઉલ્લંઘન કર્યું નથી. છતાંય આજ મારી કેવી ખરાબ હાલત છે ! - મારે જંગલે જંગલ ભટકવું પડે છે. ભૂખ્યા. અને તરસ્યા આથડવું પડે છે. મારા બાળકોને પણ મારે ખવરાવ્યા વિના જ સુવરાવવા પડે છે. અને આ બધા જ દુઃખમાં મારે મારી પત્નીને પણ સાથે ઘસડવી પડે છે. “અરેરે ! ભગવાન ! મારા દુઃખનો તો કંઈ પાર છે! ન જાણે આ દુઃખોમાંથી મારી ક્યારે મુક્તિ થશે ?" આમ વિષાદથી ભારે આંતરવ્યથા અનુભવતો તે ત્યાં જ બેસી પડશે. , . . એ સિવાય તે સમયે એ બીજુ કરી પણ શું શકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust