________________ પ્રથમ ગ્રાસે 157 લેતો. અને સરોવર, નદી કે વાવનું જળ પી સુધા શાંત કરી લેતો. - આમ દડમજલ કરતાં એક દિવસ પ્રતિષ્ઠાન–નગરના પાદરે આવી પહોંચ્યો. આ ગામ અને નગરનો તેમજ રસ્તા અને માણસનો અજાણ્યો હતો. વળી તેને તો અરિજય રાજાને મળવું હતું. આથી તેણે પાદર આગળથી પસાર થતાં એક ભાઈને પૂછયું: હે મહાનુભાવ! હું એક વિદેશી દુઃખીયારે જીવ છું. પૂર્વભવના દુષ્કર્મના પરિણામે મુશીબતમાં આવી પડ્યો છું. મને કેક દયાળુ આત્માએ જણાવ્યું કે આપના નગરનો રાજા દયાળુ છે. અને તે મારા જેવા દીન-દુખી. આનો ઉદ્ધાર કરે છે. તો હે સુજ્ઞ ! મને એ નરેશનો ભેટો, કરવાનો ઉપાય બતાવ.” આ સાંભળીને તે ભાઈ બોલ્યો : “ભદ્ર પુરુષ ! તું ગઈકાલે કેમ અહી ન આવ્યું ? હજી ગઈકાલે જ રાજાનો જમાઈ આવ્યો હતો અને ઘણાને તેણે કામ અને ધન આપ્યું હતું. ભાઈ! તું એક દિવસ મેડે પડ્યો છું. હવે તો તારું કામ છ મહિને જ બનશે. ત્યાં સુધી આ નગરમાં રાજાની વાટ જે. એ સિવાય બીજો કોઈ ઉપાય હવે = તારા માટે નથી.” . આ સાંભળીને તે ભીમસેનની આંખે અંધારા આવવા લાગ્યા. તેનાં ગાત્રે ગળવાં લાગ્યાં. તેની એકની એક આશા, ઉપર પાણી ફરી વળ્યું હતું. તે ખિન્ન અને ઉદાસ બની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust