________________ 17 : પ્રથમ ગ્રાસે વહેલી સવારની શીતળ પવન કુંકાતો હતો. વાતાવરણ આખુંય ખુશનુમા અને પ્રકૃલિત હતું. સુશીલાની વિદાય લઈ ભીમસેને પરદેશની વાટ પકડી. પ્રથમ તેણે ભાવપૂર્વક ત્રણ નવકાર ગણ્યા. પછી પૂર્વદિશા સામે ઊભું રહી, બે હાથ જોડી સીમંધર ભગવતની સ્તુતિ કરી. અને પિતાના આ કાર્યમાં સફળતા મળે તેવી વિનંતી કરી, નવકાર ગણુતાં તેણે ચાલવા માંડયું. ભીમસેનને આશા હતી. અરિજય તેનું દુ:ખ દુર કરી જ દેશે. આથી આશા ને ઉમંગથી તે ઝડપથી પંથ કાપતો હતો. વહેલી સવારથી તે બપોર સુધી ચાલતો. બપોરના કોઈ વાવના કાંઠે કે કોઈ શીતળ વૃક્ષની છાંય તળે આરામ કરતો. અને ફરી બપોર નમતાં નીકળી પડતો. રાતના કેઈ મંદિર, ધર્મશાળા કે ચોરા પર જમીન ઉપર ખૂલ્લા આકાશને જોતો સૂઈ રહેતો. ભૂખ લાગે ત્યારે રસ્તામાં આવતાં ફળવાળા ઝાડ ઉપરથી ફળ વગેરે ખાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust